Category Archives: My Space

કુછ કરના હૈ તો ડટકર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ…

“આ નવી પેઢીના છોકરાં…” આવું આપણે લગભગ દરેક પેઢીએ સાંભળતા આવ્યા છીએ. જે લોકો ચાલીસના થઈ જાય છે એ બધા લોકોને 14થી 24ની ઉંમરની પેઢી વિદ્રોહી અને અણસમજુ લાગે છે. લગભગ દરેક પેઢી પાસે પોતાની સ્મૃતિ, સંગીત અને સમજ હોય છે… વિતી રહેલી કે વિતી ગયેલી પેઢીને આવી રહેલી કે આવનારી પેઢી સામે કેટલીક ફરિયાદો […]

ડ્રગ્સઃ તમારા સંતાનના ડ્રોઅરમાં પણ હોઈ શકે

અંતે રીયા ચક્રવર્તીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવી છે. પહેલાં એનો ભાઈ શૌવિક અને હવે રીયા… સુશાંતસીંગ રાજપૂતને ડ્રગ્સ આપવા, એને માટે ડ્રગ્સ ખરીદવા અને એ ડ્રગ્સ માટેના પૈસાનું મેનેજમેન્ટ રીયા ચક્રવર્તી કરતી હતી એવા પુરાવા સાથે નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ રીયાની સંડોવણીના પુરાવા રજૂ કર્યા છે. નાનકડા શહેર પટનાનો એક છોકરો એક્ટર, સ્ટાર બનવાના […]

સભી હૈ ભીડ મેં, તુમ ભી નિકલ સકો તો ચલો…

અનલોક-4ની જાહેરાત થઈ ચૂકી છે. કોરોનાની આસપાસ જીવાતી જિંદગી હજી એ જ સ્થિતિમાં છે. કેસીસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? આપણી પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી… દરેક પાસે સલાહ છે, ગોસિપ છે, અભિપ્રાય છે અને પોતે ઊભા કરેલા આંકડા છે. આપણી આસપાસ અત્યાર સુધી જે લોકો સલામત અને સ્વસ્થ હતા એવા નિકટના […]

મન મોર ભયો વિભોર

जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કવિતા ગૂગલ ઉપર વાઈરલ થઈ. સાથે એમની મોરને દાણા ખવડાવતી તસવીરો પણ વાઈરલ થઈ. લાલુપ્રસાદ યાદવે વાંધો ઉઠાવીને રાષ્ટ્રીય પક્ષીને પાળવા કે બાંધવા વિશે પોતાના મંતવ્યો જાહેર કર્યા… નવાઈની […]

હિંસા, અહિંસા અને પ્રતિહિંસા…

છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના, મૃત્યુના સમાચારો આપણે સતત સાંભળી રહ્યા છીએ. જેમ ભગવાન બુદ્ધે ગૌતમીને કહ્યું હતું એમ, અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં કોઈ મૃત્યુ ન થયું હોય ! છેલ્લા થોડા મહિના આપણા સહુ માટે મુશ્કેલ, પીડાદાયક અને અનિશ્ચિતતામાં વિત્યા છે. તહેવારો પણ જાણે કે દબાયેલા પગે આવ્યા, અને ચૂપચાપ નીકળી ગયા […]

રૂકે ન તૂ, ઝૂકે ન તૂ… ધનુષ ઉઠા, પ્રહાર કર

સ્વતંત્રતા… બહુ લોભામણો અને ગૂંચવનારો શબ્દ છે. દરેક વ્યક્તિની આ શબ્દની સમજ અને અભિવ્યક્તિ અલગ હોય છે. છેલ્લા દોઢ દાયકામાં આપણે સ્વતંત્રતાને તોડી-મરોડીને અંગત સગવડ, ઉપયોગમાં લેવાની વસ્તુ બનાવી દીધી છે. આમ જોવા જઈએ તો બાળક જન્મથી જ સ્વતંત્ર હોય છે. એ પોતાની આગવી ફિંગરપ્રિન્ટ્સ અને આગવો ચહેરો લઈને જન્મે છે. કદાચ માતા-પિતાની કે પરિવારની […]

ભાષા અને ભવનઃ પ્રાથમિક શિક્ષણ અને રામમંદિર

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો ને બીજી તરફ સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા વિશેની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. પ્રધાનમંત્રી બન્યા પછી અને બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અવાર-નવાર મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, એ વચન પૂરું થયું છે. શિલાન્યાસના થોડાક જ દિવસમાં પ્લાન પાસ કરાવી પાયા ખોદવાની શરૂઆત થશે. દેશના જુદા જુદા ભાગમાંથી ચાંદીની ઈંટો મંદિર […]

મેરા ગાંવ, મેરા દેશઃ સિરિયસલી?

‘હું જ્યાં છું ત્યાં જ બરાબર છું. મારે આગળ નથી વધવું… મારે એવું કંઈ નથી કરવું જેનાથી મારા પરિવારને હાનિ પહોંચે.’ 23 વર્ષનો એક છોકરો રડતો રડતો હાથ જોડીને પોતાના પરિવારને હેરાન નહીં કરવાની વિનંતી કરે છે. આ છોકરાના પરિવારને એના ગામના સરપંચે પોતાના ઘરમાં પૂરી દીધો હતો, એ જૂના મકાનને સળગાવી દઈને આખા પરિવારને […]

બડે બડાઈ નહિ તજૈ લઘુ રહીમ ઇતરાઈ…

“મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ છે. હોસ્પિટલમાં દાખલ થયો છું. હોસ્પિટલે ઓથોરિટિઝને જણાવ્યું છે. પરિવાર અને સ્ટાફની વ્યક્તિઓનો પણ ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટની રાહ જોવાય છે. છેલ્લા દસ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે એ સહુને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે.” (ટ્વિટ નં. 3,590) અમિતાભ બચ્ચનની આ ટ્વિટે આખા દેશને એક એવો સંદેશો આપ્યો જે […]

ચારિત્ર્ય : લોકલ અને ઈન્ટરનેશનલ

“એક ઔરત કા જબ સબ કુછ લૂટ જાતા હૈ તો ઉસકે પાસ અપના જિસ્મ બચ જાતા હૈ… ઉસ જિસ્મ કે બદલે મેં ઔરત જો ચાહે વો પા સકતી હૈ.” આ સંવાદ ‘એક થી બેગમ’ નામની વેબ સિરીઝમાં અશરફ ભાટકર (અનુજા સાઠે) એને પ્રેમ કરતા એક પ્રામાણિક પોલીસ ઈન્સ્પેકટર (ચિન્મય માંડલેકર)ને કહે છે. છેલ્લાં થોડા સમયથી […]