Author Archives: kaajal Oza Vaidya

પ્રકરણ – 22 | આઈનામાં જનમટીપ

‘આ દાક્તરણીને ત્યાં પનાહ તો લીધી છે, પણ હું તને કોઈ મુશ્કેલીમાં નહીં મૂકાવા દઉં એટલું યાદ રાખજે.’ મંગલસિંઘનીબાજુમાં સૂતેલા દિલબાગે દીકરા તરફ જોઈને કહ્યું, ‘સારી બુધ્ધિ વાપરી તેં… આ છોકરી તારી વાતમાં આવી ગઈ. આપણનેઆનાથી સેફ જગ્યા ના મળી હોત.’‘તમે જો કન્ફેશન કરવાની વાત કરતા હો તો હું એ બાબતમાં સીરિયસ છું.’ મંગલસિંઘે પિતાની […]

સુરક્ષા, સન્માન અને સ્વતંત્રતાઃ કોણ આપશે? ક્યારે?

જિયો સિનેમા ઉપર ક્ષિતીજ પટવર્ધન લિખિત, રવિ જાધવ દિગ્દર્શિત એક જીવનકથા પર આધારિતસીરિઝ રજૂ થઈ છે. એ સીરિઝનું નામ ‘તાલી’ છે. ટ્રાન્સજેન્ડર જન્મેલી ગૌરી સાવંતના જીવન પર આધારિતઆ સીરિઝ આત્મસન્માન અને સ્વતંત્રતાના એક એવા યુધ્ધની કથા છે જેણે ભારતના બંધારણનો ઈતિહાસબદલી નાખ્યો. 2014માં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દ્વારા ટ્રાન્સજેન્ડરને ભારતીય નાગરિકનો દરજ્જોમળ્યો. એમને આધાર કાર્ડ, રેશન […]

ભાગઃ 1 | ફૂલન બાળપણથી જ બંડખોર અને હિંમતવાળી હતી

નામઃ ફૂલનદેવીસ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હીસમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમરઃ 37 વર્ષ હું અત્યારે લોહિયા હોસ્પિટલના એક સ્ટ્રેચર ઉપર લાવારિસ લાસની જેમ પડી છું. ભારતની સાંસદછું તેમ છતાં મારા શરીરને જે રીતે સન્માન મળવું જોઈએ એ મળી રહ્યું નથી કારણ કે, હું નિષાદ જાતિની છું.નિષાદ આમ તો નીચલી જાતિના લોકોમાં ગણાય છે… […]

ઘરવાળીનું ઘરઃ રજિસ્ટ્રેશન પૂરતું કે રિયાલિટી?

એક સમાચાર મુજબ સુરતમાં છેલ્લા ચાર મહિનામાં 32 હજાર મહિલાના નામે 824કરોડની સંપતિ નોંધાઈ છે. એવી જ રીતે અમદાવાદમાં લગભગ 54 હજાર મહિલા અને સમગ્રગુજરાતમાં લગભગ સાત લાખ જેટલી મહિલાઓના નામે સંપતિ નોંધાઈ છે. આનું મુખ્ય કારણ એછે કે, ગુજરાત સરકારે મહિલાના નામે થતા દસ્તાવેજની નોંધણી ફીમાં એક ટકાની છુટ આપી છે.આપણને ક્યારેક લાગે કે […]

શિક્ષક દિને કેટલાંક સત્યો…

ભારતીય એન્ટરટેઈનમેન્ટ-મનોરંજનની વ્યાખ્યા ધીમે ધીમે બદલાઈ રહી છે. નગ્નતા,એલજીબીટી અને હિંસા હવે મનોરંજનની વ્યાખ્યામાં આવે છે ત્યારે પારિવારિક મનોરંજન તો લગભગશૂન્ય થઈ ગયું છે. શાળા કે કોલેજમાં, વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાથે શિક્ષક સાથેના સંબંધો ઉપર પણક્વેશ્નમાર્ક મૂકાયો છે, કારણ કે હવે ઉંમર, પદ કે ગરિમા વગર શારીરિક સંબંધો બાંધવા એ આધુનિકમાનસિકતાનો એક ભાગ બનતો જાય […]

પ્રકરણ – 21 | આઈનામાં જનમટીપ

‘આ બધું શું છે?’ ઘરમાં દાખલ થઈ રહેલા દિલબાગ સહિતના બીજા બે માણસો અને મંગલસિંઘને જોઈનેભાસ્કરભાઈના હોશ ઊડી ગયા, ‘આ લોકો…’‘આ લોકો થોડો સમય અહીં જ રહેશે.’ શ્યામાએ જે રીતે કહ્યું એનાથી ભાસ્કરભાઈ સમસમીને રહી ગયા. શ્યામા જેરીતે ટેકો આપીને મંગલસિંઘને ઘરમાં લઈ આવી એ જોઈને ભાસ્કરભાઈનું મગજ છટક્યું. એ કશું બોલ્યા નહીં પણ એમનીઆંખોમાં […]

સદગુરુ જગ્ગી વાસુદેવઃ જીવનશૈલી નહીં, જીવનના પ્રચારક

23મી સપ્ટેમ્બર, 1982ના દિવસે એક તેલુગુ પરિવારમાં જન્મેલો છોકરો પોતાની ગાડીલઈને ચામુંડી હિલ પર જઈને બેઠો. મૈસુરની નજીક આવેલી આ જગ્યાએ એક પથ્થર પર બેઠા બેઠાએને અનુભૂતિ થઈ કે એ પોતે શરીરમાંથી બહાર નીકળ્યો છે અને એનું અસ્તિત્વ પંચતત્વમાં વિલીનથઈ રહ્યું છે. એ પોતાના સ્થૂળ શરીરને અનુભવી શકતો હતો, એટલે મૃત્યુ નહોતો પામ્યો-જીવિતહતો તેમ છતાં […]

ભાગઃ 3 | રવિઃ મારા જીવનની સૌથી મહત્વની વ્યક્તિ

નામઃ સુધા ચંદ્રનસ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈસમયઃ 2023ઉંમરઃ 57 વર્ષ ઈશ્વર, કુદરત, જિંદગી કે આપણને જેમાં શ્રધ્ધા હોય તે, જ્યારે આપણા પર મહેરબાન થાયછે ત્યારે એ આપણને એવા એવા આશ્ચર્યો આપે છે જેની આપણે કદી કલ્પના પણ ન કરી હોય,પરંતુ એક મહત્વનું સત્ય એ છે કે, કશું પામવા માટે આપણે ભીતરથી તૈયાર થવું પડે છે. […]

સાયન્સ અને સાયકોલોજીઃ વિકાસ બંનેમાં થવો જોઈએ કે નહીં?

ચંદ્રયાન લેન્ડ થયું, અનેક લોકોએ ઘરે રહીને, હોલમાં, સ્કૂલમાં, પ્રોજેક્ટર્સ અને મોટા સ્ક્રીન્સ પર ચંદ્રયાનનુંસફળ લેન્ડિંગ જોયું. આર્ય ભટ્ટ અને દધીચિ જેવા ઋષિઓને યાદ કર્યાં. આપણા વિજ્ઞાન અને ગણિતના ભવ્યવારસાને ફરી એકવાર અંજલિ આપવામાં આવી, પરંતુ ચંદ્રયાનના સમાચારની સાથે સાથે જ કલેક્ટરના હની ટ્રેપના,પૉર્ન વીડિયો જોતા પિતાએ કોઈ સાબિતી વગર દીકરીને ફટકાર્યાના અને સગીર યુવતિ […]

પ્રકરણ – 20 | આઈનામાં જનમટીપ

‘શીટ!’ અવિનાશકુમારના પગ નીચેથી ધરતી સરકી ગઈ, ‘તમે શું હજામત કરતા હતા? એમ કેવી રીતે લઈ ગયો.’ એણેપૂછ્યું, ‘કેટલા માણસો લઈને આવેલો?’‘ત્રણ.’ અવિનાશના માણસે ધ્રૂજતા અવાજે કહ્યું. પછી ઉમેર્યું, ‘મને ગોળી વાગી છે.’‘ડૉક્ટર છે ને ત્યાં?’ અવિનાશને અત્યારે એની ફરિયાદમાં રસ નહોતો, ‘કહે એને, ગોળી કાઢીને ટાંકા લઈ લે.’‘સાહેબ…’ પેલો માણસ કઈ કહેવા ગયો, પણ […]