Category Archives: DivyaBhaskar

ટિટોડી અને દરિયોઃ માણસ અને સિસ્ટમ

સાગરને તીર એક ટટળે ટિટોડી,ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,ટટળી કળેળતી કાઢે છે રીસ. ટિટોડીના ઈંડાંની આ કથા ગુજરાતી માધ્યમમાં ભણેલા ઘણા બધા લોકો શાળાના પાઠ્યપુસ્તકમાંભણ્યા હશે. ત્રિભુવનદાસ લુહાર, ‘સુંદરમ્’ની આ કવિતામાં સાથે મળીને દુનિયાની કોઈપણ તાકાત સામેલડી શકાય એનો અદભૂત મોટિવેશનલ સંદેશો છે. તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ […]

33 લાખ શૌચાલયની સિલસિલાબંધ સ્ટોરીઃ સ્વચ્છતામાં શાણપણ

‘મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા’ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? આ બધીઓનિરાંતે જાય છે તે દેખતી નથી?’ ખુલ્લામાં જવાનું, ખાડીની બીજી બાજુ જતાં તો સવલીને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાંજ ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં ઓળંગતાં ઠેઠદૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાં યે પાછું ગોબરું કાદવિયું […]

ટેકનોલોજીનો ત્રાસઃ બધાને, બધું જાણવું જ છે

‘અમદાવાદમાં છો?’ સામેની વ્યક્તિ ફોન ઉપર પૂછે છે.‘ના બહાર છું’ જવાબ મળે છે.‘ક્યાં?’ એ ફરી પૂછે છે.‘બહારગામ’ જવાબ ટાળવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ હવે સહેજ ચીડાયેલી છે.‘ક્યારે આવવાના?’ સામેની વ્યક્તિના સવાલો હજી પત્યા નથી.‘તમારે કામ શું છે એ કહોને…’ જવાબ આપનાર વ્યક્તિની ધીરજ ખૂટે છે.‘જરા મળવું ‘તું’ સામેની વ્યક્તિ કહે છે.‘બોલો ને…’ જવાબ આપનાર વ્યક્તિ નમ્રતાથી […]

ચૂંટણીઃ મંદિર, મફત અને મતનું સરકસ

ગુજરાતમાં આવનારી ચૂંટણીઓની હલચલ શરૂ થઈ ગઈ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનનેલીલી ઝંડી બતાવીને નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને એક નવી ભેટ આપી છે. ગઈકાલ સુધી જેરસ્તાઓ ખોદાયેલા અને અવ્યવસ્થિત દેખાતા હતા એના ખાડા ધીમે ધીમે પૂરાઈ રહ્યા છે. બીજીતરફ, ભ્રષ્ટ અને અશિષ્ટ આચરનાર રાજકારણીઓને ઝીણી નજરે વીણી વીણીને મેઈન સ્ટ્રીમમાંથીહટાવવાના પ્રયાસ શરૂ થયા છે […]

લગ્નમાં આત્મા નહીં, શરીર પણ અનિવાર્ય છે

લગ્ન પહેલાં એક છોકરી કન્ફ્યુઝ છે, લગ્ન પછી એ પતિ સાથે ઈમોશનલી કે શારીરિક રીતેપૂરેપૂરી જોડાઈ શકતી નથી-અપરાધભાવમાં સતત સફાઈ કર્યા કરે છે (ઓસીડીની અસર) એનો પતિ જેએક નોર્મલ માણસ છે, લગ્નજીવન વિશે એણે કલ્પેલી લગભગ બધી જ બાબતો એના લગ્નજીવનમાંમિસિંગ છે. બીજી તરફ, જેના સપનાં ચૂરચૂર થઈ ગયાં છે એવો એક સ્પોર્ટ્સમેન, આર્થિક જવાબદારીઉપાડતી […]

સહવીર્યમ કરવાવહૈ, મા વિદ્વિષાવહૈ.

153 વર્ષ પહેલાં પોરબંદરની ભૂમિ પર એક એવો માણસ જન્મ્યો જેણે સુરાજ્યનું સ્વપ્નજોયું, સાકાર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. જે દેશ પર સતત બીજા પ્રાંત અને ધર્મના લોકો રાજકરતા હતા એ દેશને સાચા અર્થમાં ‘હિન્દુસ્તાન’ કે ‘ભારત’ બનાવીને એમણે આપણને સૌને આઝાદહવામાં શ્વાસ લેવાનું ગૌરવ આપ્યું. એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એમણે પોતાના જીવનનાનિર્ણયો એમના આત્મિક […]

નવરાત્રિઃ સનાતન ધર્મ અને સંસ્કૃતિની પરંપરા

આપણે સૌ ‘ભારતીય’ છીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા દેશમાં સિંધુ નદીને કિનારેપાંગરી એમ ઈતિહાસ કહે છે. સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પૂર્વ વૈદિક કાળ(ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦) ‘વિદ્’નોઅર્થ થાય છે જાણવું, ‘વેદ’ જ્ઞાન છે. લેખન તો, હસ્તપ્રતોથી ઘણું મોડું કરવામાં આવ્યું. મૂળ […]

ગલતી જીવન કા હિસ્સા હૈ, ઇસકે બિના અધૂરા હર કિસ્સા હૈ

કોન્ટ્રોવર્સી-સનસનાટી, જેમની પ્રકૃતિ છે, બેફામ સ્ટેટમેન્ટ કરી દેવા એ જેમનો સ્વભાવ છે, ધર્મનિરપેક્ષતાનો દાવો કરીને જે જાણે-અજાણે સનાતન ધર્મ-ભારતીયતા અને હિન્દુત્વનો વિરોધ કરે છે, છતાંફિલ્મમેકર કે દિગ્દર્શક તરીકે જેમનું નામ આદરથી લેવું પડે એવા મહેશ ભટ્ટ આજે 73 વર્ષ પૂરા કરે છે.દીકરી આલિયા ભટ્ટના લગ્ન કપૂર ખાનદાનમાં થઈ ચૂક્યા છે, એ મા બનવાની છે અને […]

દાદાગીરી અને ભાઈગીરીઃ ટ્રેન્ડી અને કૂલ છે?

એક કોલેજના કેમ્પસમાં મોટરસાઈકલ પર બેઠેલા એક છોકરા પાસે જઈને થોડા યુવાનો એનેઘેરી લે છે, ‘શેનો પાવર છે તને?’ કહીને કોઈ કારણ વગર મારામારી કરે છે… એના થોડા દિવસપહેલાં, સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક જ છોકરીને ચાહતા બે છોકરાઓની મૂઠભેડ થઈ જાય છે.એક છોકરાને એટલો માર પડે છે કે એને હોસ્પિટલમાં લઈ જવો પડે છે. […]

“ધર્મ” એટલે માનવીય સંબંધની ગૂંચવણનો ઉકેલ

આજના સમયમાં દરેક ઘરમાં મતમતાંતર અને જનરેશન ગેપ જોવા મળે છે. 1995 પછીજન્મેલી પેઢી, 2000ની અને એ પછીની પેઢી-એની સામે 60ના દાયકામાં જન્મેલા માતા-પિતા,એમના પણ માતા-પિતા… જુદી જુદી માનસિકતાઓ અને આગવા સંઘર્ષમાંથી સૌ પસાર થાય છે. નવીપેઢીની ચેલેન્જિસ કદાચ જૂની પેઢીને સમજાતી નથી, તો જૂની પેઢીની મહેનત અને એમણે કાળી મજૂરીકરીને પોતાના પછીની પેઢીને આપેલી […]