Category Archives: DivyaBhaskar

સર પે તૂફાન ભી હૈ, સામને કિનારા ભી નહીં

છેલ્લા કેટલાય સમયથી ભારતમાં ‘વિકાસ’ની વાતો થાય છે. ગંગા કિનારે ક્રૂઝ, રેલવેનોફેસલિફ્ટ અને બીજી એવી કેટલીયે સેવા અને સુવિધાનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ.અમદાવાદમાં મેટ્રો ફરવા લાગી છે, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ક્રૂઝની તૈયારી થઈ રહી છે. ગુજરાતનુંજ નહીં, ભારતનું ટુરિઝમ અત્યારે દેશી-વિદેશી પર્યટકોને આકર્ષી રહ્યું છે તો બીજી તરફ, આખાવિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. […]

જિંદગી ઝિંદા-દિલી કા હૈ નામ; મુર્દા-દિલ ખાક જિયા કરતે હૈં

‘આમ તો અમે સાથે જ જન્મ્યા છીએ અને હું માનું છું ત્યાં સુધી અમે સાથે જ મરીશું, પરંતુ એકશક્યતા છે કે, સઆદત હસન મરી જાય અને મન્ટો ન મરે. સાચું પૂછો તો મને આ વિચાર બહુ ડરાવે છેકારણ કે, ‘સઆદત’ સાથે દોસ્તી નિભાવવામાં ‘મન્ટો’એ કોઈ કસર નથી છોડી. અગર સઆદત મરી ગયોઅને મન્ટો જીવતો રહ્યો […]

हम न समझे तेरी नजरों का तकाजा क्या है; कभी पर्दा, कभी जलवा ये तमाशा क्या है

ચાર દિવસ પછી ઉત્તરાયણ છે. ઉત્તરાયણ, સૂર્યની ઉત્તર તરફ ગતિ શરૂ થશે. પવનની દિશાબદલાશે. ઋતુફળ અને ગ્રહોના ફળ બદલાશે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાને કારણે નવરાત્રિ ઉજવાઈનહોતી એટલે આ વર્ષે જેમ ઝનૂનમાં નવરાત્રિ ઉજવાઈ એવી જ રીતે ઉત્તરાયણ માટે પણ લોકો અતિશયઉત્સાહમાં છે. અમદાવાદમાં લગભગ દરેક ટેરેસ, ધાબા કે છત ઉપર બોર, તલની ચિક્કી, ઊંધિયા અનેપોકની […]

સફળતાઃ મેળવવી, ટકાવવી અને પચાવવી…

‘ધેટ્સ ઓલ રાઈટ નાવ મામા, એની વે યુ ડુ…’ એ ગીત જુલાઈ 5, 1954માં રેકોર્ડ થયું.એક સિંગલ ગીત તરીકે સન રેકોર્ડ્સના આલ્બમમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. રોક એન્ડ રોલનીઆ શરૂઆત હતી અને એ પછી એ રેકોર્ડે એટલા બધા ‘રેકોર્ડ’ તોડી નાખ્યા, જેનો હિસાબ રાખવોઅઘરો હતો. જેણે આ ગીત ગાયું એ છોકરાના કુટુંબની સ્થિતિ એટલી સામાન્ય […]

મોંઘા લગ્ન અને મોંઘેરા છૂટાછેડાઃ આ યરની 2022

લગ્નોની સિઝન પૂરજોશમાં ચાલી રહી હતી, 14 જાન્યુઆરી પછી ફરી એકવાર ધૂમધડાકા સાથેઢગલાબંધ લગ્નો થવાના છે. એક સર્વે મુજબ આ વર્ષે ગુજરાતમાં બે હજાર લગ્નો થઈ રહ્યાં છે ત્યારે, આલગ્નોમાં થનારા ભયાનક ખર્ચાનો હિસાબ લગાવીએ તો સમજાય કે, આ બધા ખર્ચામાંથી ભારતનાકેટલાય ભૂખ્યા પરિવારો સુધી ભોજન અને અશિક્ષિત રહી ગયેલા કેટલાય બાળકો સુધી શિક્ષણપહોંચાડી શકાય! […]

હોપઃ કંઈક લાખો નિરાશામાં, એક અમર આશા છુપાઈ છે

કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. કેટલાક લોકો ખૂબ ગભરાયેલા છે, અને કેટલાક લોકો જરૂરતકરતાં વધુ બેફિકર… 2019ના ડિસેમ્બરમાં આવી જ રીતે કોરોનાએ પહેલીવાર દેખા દીધેલી, પછીમાર્ચ, ’20નું લોકડાઉન થયું અને 2020-21ના વર્ષો કોઈ દુઃસ્વપ્નની જેમ પસાર થયાં. કોરોનાનાકેટલાક ફાયદા પણ થયા છે, જે લોકો આવતીકાલની ચિંતામાં આજે નહોતા ઊંઘતા એમણે ‘આજ’માંજીવવાનું શીખી લીધું છે, જે […]

બદલાવનો પ્રૂફ આપવો પડે?

કોવિડ પછી દુનિયા એકદમ બદલાઈ ગઈ હોય એવું લાગે છે. મોટાભાગના લોકો અચાનકફિલોસોફી તરફ વળી ગયા છે. 50ની ઉંમર વટાવી ગયેલા લોકો એકદમ જ સ્વાસ્થ્ય વિશે સજાગ થયા છે,બીજી તરફ પૈસા બચાવવાના કે ભવિષ્ય માટેના પ્લાનિંગ વિશે વિચારવાનું મોટાભાગના લોકોએ લગભગછોડી દીધું છે. જેમણે નોંધ્યું હશે એમને અનુભવ હશે કે અચાનક પ્રવાસ કરનારા લોકોની સંખ્યા […]

ધર્મ અને તહેવારનું માર્કેટિંગ પશ્ચિમ પાસે શીખવું જોઈએ

આજે, વિશ્વભરમાં ક્રિસમસનો તહેવાર ઉજવાય છે. જીસસ ક્રાઈસ્ટના જન્મદિવસનિમિત્તે આ તહેવારનું મહત્વ છે. વર્જિન મેરીની કૂખે જન્મેલો એક બાળક મસિહા કે અવતાર કેસેવિયર તરીકે આ વિશ્વમાં આવ્યો એ દિવસને ક્રિસમસ કહેવાય છે. ક્રિશ્ચયન ધર્મનું વર્ષ-ઈન્ટરનેશનલ કેલેન્ડરનું આ છેલ્લું અઠવાડિયું છે. ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું અને આસો મહિનાનુંછેલ્લું અઠવાડિયું (ભારતીય કેલેન્ડર પ્રમાણે) વર્ષ પૂરું થાય એ પહેલાં […]

પેમ્પર અને પનિશમેન્ટઃ બંને ખોટાં.

બારમા ધોરણની એક છોકરીએ અમદાવાદમાં આત્મહત્યા કરી લીધી. પોતાની સ્યુસાઈડ નોટમાંએણે લખ્યું છે કે, સવારે સાડા પાંચ વાગ્યે ઊઠીને પોતે ભણી શકે એમ નથી, પિતાના સ્વપ્નોને પૂરા કરીશકે એમ નથી… આવી સ્યુસાઈડ નોટ વાંચીએકે આવો કોઈ કિસ્સો સાંભળીએ ત્યારે સવાલ એ થાય છેકે, દુનિયામાં ધીરેધીરે સંતાનને ‘સંપત્તિ’ સમજનારા માતા-પિતાની સંખ્યા કેમ વધતી જાય છે? સંતાનપાસે […]

મોહંમદ યુસુફ ખાનઃ અભિનયની એક સ્કૂલની શતાબ્દી

ફિલ્મી દુનિયા ત્યાં સુધી જ કલાકારને યાદ રાખે છે જ્યાં સુધી એ ટિકિટ બારી ઉપર કમાઈઆપે! એ પછી એ કલાકાર થિયેટરની દીવાલોના વોલપેપર કે ફિલ્મી દુનિયાના ઈતિહાસના પુસ્તકોનાપાનાં સિવાય ભાગ્યે જ કોઈને યાદ આવે છે. 1922માં જન્મેલા એક કલાકારને આજે સો વર્ષ પૂરાંથાય છે. એક ક્રિકેટર છગ્ગા-ચોગ્ગા મારતો હોય, સેન્ચ્યુરી પૂરી થવાની તૈયારીમાં હોય ને […]