જરા સામને તો આઓ છલિયે…

શું તમે કદી વિચાર્યું છે કે આપણે જેટલી એપ ડાઉનલોડ કરીએ છીએ એ દરેક એપ સાથે આપણે એક વધુ અસલામતીને આમંત્રણ આપી જ દઈએ છીએ ઇઝરાયેલી ઇન્સ્ટિટ્યૂશન દ્વારા ઇન્સ્ટોલ કરાયેલી આ સિસ્ટમમાં કોઈના પર મોબાઇલમાં એક ફોન આવે, એ ફોન આપણે રિસીવ કરીએ કે નહીં, સામેની વ્યક્તિ આપણા મોબાઇલમાં દાખલ થઈ શકે. ફોટો વિડિયો નોટ્સથી […]

પાલતુ પ્રાણી રમકડું નથી, જીવ છે !

“લોકડાઉનના સમયમાં માણસોની અવર-જવર વગર ઝૂના પ્રાણીઓ એકલાં પડી ગયાં છે. ત્યાં પાંજરામાં પૂરાયેલા સિંહ અને વાઘનું વધુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે એમને અત્યારે ઈમોશનલ અપ એન્ડ ડાઉન થયા કરે છે.” અમદાવાદના એક અખબારમાં છપાયેલા સમાચાર પછી જ્યારે ઝૂના એક કર્મચારી સાથે વાત કરી ત્યારે એમણે બહુ રસપ્રદ માહિતી આપી, “પ્રાણીઓ જ્યારે જંગલમાં […]

કુછ કરના હૈ તો ડટકર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ…

“આ નવી પેઢીના છોકરાં…” આવું આપણે લગભગ દરેક પેઢીએ સાંભળતા આવ્યા છીએ. જે લોકો ચાલીસના થઈ જાય છે એ બધા લોકોને 14થી 24ની ઉંમરની પેઢી વિદ્રોહી અને અણસમજુ લાગે છે. લગભગ દરેક પેઢી પાસે પોતાની સ્મૃતિ, સંગીત અને સમજ હોય છે… વિતી રહેલી કે વિતી ગયેલી પેઢીને આવી રહેલી કે આવનારી પેઢી સામે કેટલીક ફરિયાદો […]

નયે દૌર મેં લિખેંગે હમ મિલકર નયી કહાની… હમ હિન્દુસ્તાની !

છેલ્લા થોડા સમયથી આપણી પાસે વાત કરવાના વિષયો ખૂટી ગયા છે. મોટાભાગના લોકો એકબીજા સાથે વાત કરવાનું ટાળી રહ્યાં છે. નજર સામે પડેલા સેલફોનમા રિંગ વાગતી હોય તો પણ ફોન ઉપાડવાનું મન ન થાય એવું ઘણાં સાથે થઇ રહ્યું છે. કેટલાકને કશું ગમતું નથી. કોરોના ન થયો હોય તો પણ જાણે જીભનો સ્વાદ મરી ગયો […]

ડ્રગ્સઃ તમારા સંતાનના ડ્રોઅરમાં પણ હોઈ શકે

અંતે રીયા ચક્રવર્તીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવી છે. પહેલાં એનો ભાઈ શૌવિક અને હવે રીયા… સુશાંતસીંગ રાજપૂતને ડ્રગ્સ આપવા, એને માટે ડ્રગ્સ ખરીદવા અને એ ડ્રગ્સ માટેના પૈસાનું મેનેજમેન્ટ રીયા ચક્રવર્તી કરતી હતી એવા પુરાવા સાથે નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ રીયાની સંડોવણીના પુરાવા રજૂ કર્યા છે. નાનકડા શહેર પટનાનો એક છોકરો એક્ટર, સ્ટાર બનવાના […]

લવ : આજ કલ…

લગ્નની 50મી વર્ષગાંઠે એક દંપતિ પોતાના જીવન વિશે વાતો કરતા હતાં. ”હું સુમિ (સુમિત્રા)ને મળવા 4 કિલોમીટર સાઇકલ ચલાવીને જતો, મળવાનું ઝાઝુ થતુ નહીં. એમની સ્કૂલની બહાર ઉભેલી સુમિત્રાને બહેનપણીઓની વચ્ચે ઘેરાયેલી હોય ત્યારે નજરથી જોવાનુ બનતું હતું. એમા પણ જાણે સંતોષ થઇ જતો. ક્યારે તક મળે તો બે વાક્યની વાત થાય… તે દિવસે તો […]

સભી હૈ ભીડ મેં, તુમ ભી નિકલ સકો તો ચલો…

અનલોક-4ની જાહેરાત થઈ ચૂકી છે. કોરોનાની આસપાસ જીવાતી જિંદગી હજી એ જ સ્થિતિમાં છે. કેસીસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? આપણી પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી… દરેક પાસે સલાહ છે, ગોસિપ છે, અભિપ્રાય છે અને પોતે ઊભા કરેલા આંકડા છે. આપણી આસપાસ અત્યાર સુધી જે લોકો સલામત અને સ્વસ્થ હતા એવા નિકટના […]

‘પોત’ એટલે મૂળ તત્વ…

કોવિડ-19ના ચાર મહિનામાં રેડીમેડ કપડાંની ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન થયું છે. ઓનલાઈન શોપિંગથી શરૂ કરીને રેડીમેડ કપડાંની દુકાનોમાં અત્યારે બિલકુલ ઘરાકી નથી. કારણ કદાચ એ છે કે લોકો બહાર નથી જતાં, ઉત્સવો, લગ્નો કે બીજા પ્રસંગો ઉજવાતા નથી. તહેવારો પણ આ વખતે ફિક્કા પસાર થવાના છે એવી સૌને ખાતરી છે… નવા કપડાં ખરીદીને માણસ જાય […]

મન મોર ભયો વિભોર

जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કવિતા ગૂગલ ઉપર વાઈરલ થઈ. સાથે એમની મોરને દાણા ખવડાવતી તસવીરો પણ વાઈરલ થઈ. લાલુપ્રસાદ યાદવે વાંધો ઉઠાવીને રાષ્ટ્રીય પક્ષીને પાળવા કે બાંધવા વિશે પોતાના મંતવ્યો જાહેર કર્યા… નવાઈની […]

મૈં ભૂલ જાઉં તુમ્હેં… અબ યહી મુનાસીબ હૈ

1998માં રિલિઝ થયેલા જગજીતસિંગના આલ્બમ જાવેદ અખ્તરની એક નઝ્મ સમાવી લેવાઈ હતી… જિંદગીના સંબંધોને આ નઝ્મ બહુ જુદી રીતે અને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. આપણે આ નઝ્મને સ્ત્રી-પુરુષના સંબંધથી બહાર નીકળીને જોઈએ તો એ દરેક સંબંધ સાથે જોડી શકાય એવી યુનિસેક્સ અને યુનિવર્સલ કવિતા છે. મૈં ભૂલ જાઉં તુમ્હે, અબ યહી મુનાસિબ હૈ, મગર ભુલાના […]