Author Archives: kaajal Oza Vaidya

ટોળે વળે છે કોઈની ‘બદનામી’ ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે

શાહરૂખ ખાનના દીકરાને ડ્રગ્સ માટે પકડવામાં આવ્યો ત્યારે એણે સિમી ગરેવાલના એકશોમાં કહેલા શબ્દોના વીડિયોને ખૂબ વાયરલ કરવામાં આવ્યો. મોટેભાગે એણે મજાકમાં જ કહ્યું હતુંતેમ છતાં એના જ શબ્દો એને જ પાછા મારવામાં આવ્યા! હજી હમણા જ એક ગુજરાતી સિંગરનુંએન્ગેજમેન્ટ તૂટ્યું, સાટાપાટામાં થયેલા આ એન્ગેજમેન્ટમાં કોણ કેટલું ગુનેગાર છે-તોડવું જોઈએ કેનહીં, એ વિશે ખૂબ ટ્રોલિંગ […]

ધ વર્લ્ડ ઈઝ એ સ્ટેજ, એન્ડ મેન ઈઝ એન એક્ટર

1962માં ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે, 27માર્ચને ‘વર્લ્ડ થિયેટર ડે’ તરીકે ઉજવવામાં આવશે. જિન (જ્યોં) કોકટ્યૂ નામના ફ્રેન્ચ લેખકે 1962માંપહેલીવાર વર્લ્ડ થિયેટર ડેનો મેસેજ વિશ્વભરના કલાકારો અને રંગભૂમિ સાથે સંકળાયેલા લેખકો,સંગીતકારો, બેક સ્ટેજમાં કામ કરનારા સેટ ડિઝાઈનરથી શરૂ કરીને સૌ માટે લખ્યો. વિએનામાંભરાયેલી નવમી વર્લ્ડ કોંગ્રેસમાં 1961ના જૂન મહિનામાં અરવી કિવિમાં […]

ડાંગની દીકરીથી ડીએસપી સુધીઃ એક દોડવીરની સંઘર્ષ કથા

નામઃ સરિતા ગાયકવાડસ્થળઃ ગામઃ કરડીઆંબા, ડાંગ, ગુજરાતસમયઃ 21 મે, 2022ઉંમરઃ 29 વર્ષ નમસ્તે, મારું નામ સરિતા લક્ષ્મણ ગાયકવાડ છે. આજે ગુજરાતી ટીવી ચેનલ્સનાસમાચારમાં તમે સહુએ મારા વિશે સાંભળ્યું હશે. મારા ઘરે હવે નળ નંખાઈ ગયો છે અને એ ‘નલ સેજલ યોજના’ નરેન્દ્રભાઈ મોદીને લીધે શક્ય બન્યું છે. માત્ર મારા જ ઘરે શું કામ, ડાંગ જિલ્લાનાઅનેક […]

ગ્રાહકની માનસિકતાઃ પૈસાથી વસ્તુ મળે, વ્યક્તિ નહીં

રાતના 1.05 am ની મુંબઈથી ઉપડતી ઈન્ડિગોની ફ્લાઈટ ઉપડવા માટે તૈયાર હતી. દિવસઆખાના થાકેલા લોકો, કે પછી ઈન્ટરનેશનલ પ્રવાસ કરીને મોડી રાત્રે પાછા ફરેલા લોકો માટે આ1.05ની ફ્લાઈટ એકદમ આદર્શ છે. બે-સવા બે વાગ્યે અમદાવાદ ઉતારી દે એટલે માણસ ઘેર જઈનેસૂઈ શકે. સહુ ઘેર પહોંચવાની પ્રતીક્ષા કરતા હતા, બસ! હવે વિમાન ઉપડશે એવી માનસિક તૈયારી […]

એક પ્રેમપત્રઃ કસ્તૂરનો મોહનને…

આજે 11 એપ્રિલ, કસ્તૂર મોહનદાસ ગાંધીનો જન્મદિવસ. એમણે બાપુને નહીં લખેલો, એકપત્ર… આજે, એમના જન્મદિવસે! પ્રિય મોહન,સંબોધન વાંચીને તમને નવાઈ લાગશે ને લખતા મનેય સંકોચ તો થાય છે… પણ હવે બધાયએકબીજાને નામ લઈને બોલાવે છે. મીઠું ય લાગે છે. 62 વર્ષના લગ્નજીવનમાં મેં કોઈ દિવસ તમારુંનામ લીધું નથી. જોકે તમે એવો આગ્રહ રાખતા ને કહેતા […]

“પ્રસાદ” ઈશ્વરને ધરાવેલું આપણું અસ્તિત્વ છે

‘દુનિયામાં ચોવીસ કલાકમાંથી કોઈપણ સમયે ક્યાંકને ક્યાંક થોડાક લોકો ભેગા થઈને ઈશ્વરનાનામે ભોજન વહેંચી કે આરોગી રહ્યા છે. આ ભોજન આધ્યાત્મિક પોષણ અને લોકોને એકમેકનીનિકટ લાવતું એક એવું તત્વ છે જે ક્રિએટર (સર્જનહાર)ને ઓફર કરીને (ધરાવીને) આપણે આપણીઊર્જા તરીકે આરોગીએ છીએ. એ ભોજન સમાજના લોકોને એકમેકની નિકટ લાવે છે અનેસર્જનહાર પરત્વેની આપણી શ્રધ્ધાને દૃઢ કરે […]

એમ પણ રમવું મને મંજૂર છે, હું મૂકું પૈસા ને પાસાં નાખ તું

પ્રેમ એટલે નશો જગતનો, પ્રેમ એટલે પૂજા,પ્રેમ એટલે આગનો દરિયો, પ્રેમ એટલે ઊર્જા.પ્રેમ એટલે શક્તિ સૌની, પ્રેમ એટલે બંધન,પ્રેમ એટલે નાજુક દોરો, પ્રેમ આંખનું અંજન.પ્રેમ એટલે ઉગતો સૂરજ, પ્રેમ બને સુવાસ,પ્રેમ એટલે સત્ય જગતનું, પ્રેમીજનનો શ્વાસ.પ્રેમ એટલે રેખા હાથની, પ્રેમ એટલે ભાવિ,પ્રેમ એટલે ગ્રહનક્ષત્રો, પ્રેમ સુખની ચાવી… દેશી નાટક સમાજના એક જાણીતા નાટકનું આ ગીત, […]

ભાગઃ 6 | ધ ક્વિન ઓફ હિન્દી પૉપઃ મારી આત્મકથા

નામઃ ઉષા ઉત્થુપસ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તાસમયઃ 2023ઉંમરઃ 75 વર્ષ તમને થતું હશે નહીં? કે ફિલ્મ ‘ખલનાયક’નું ગીત ચોલી કે પીછે ક્યા હૈ રિલિઝ થયુંત્યારે ઈલા અરૂણ અને અલકા યાજ્ઞિકનો અવાજ હતો, હું ક્યાં હતી? વાત સાચી છે. એ ગીત મારીસાથે રેકોર્ડ કરવામાં આવ્યું, પણ મારા અવાજમાં પડદા પર ગયું નહીં! કારણ જે […]

શાંત રહેવું એ બુદ્ધિશાળી માણસનો ગુણ છે.

શમપ્રધાનેષુ તપોધનેષુ ગૂઢ હિ દાહાત્મકમસ્તિ તેજઃસ્પર્શાનુકૂલા ઈવ સૂર્યકાંતાઃ તદૃન્યતેજોભિમવાદૂવમન્તિ. જ્ઞાની અથવા તપસ્વી સાંસારિક પ્રપંચથી મુક્ત અને અનાસક્ત રહે છે. સામાન્યતઃ એમનું ચિત્તશાંત રહે છે, પરંતુ એમનામાં એક ગુપ્ત તેજ રહેલું હોય છે, જ્યારે કોઈ એમને તિરસ્કૃત કે અપમાનિત કરેત્યારે એ ગુપ્ત તેજને પ્રગટ કરે છે. જેમ સૂર્યકાંત મણિ પાસે પોતાનું તેજ તો છે જ, પરંતુ […]

વિરોધ કે વિદ્રોહઃ સત્યનો આગ્રહ કે હિંસાનો માર્ગ

1930ના 12 માર્ચની વહેલી સવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી 78આશ્રમવાસીઓ બાપુની સાથે નીકળ્યા… સહુ પગે ચાલીને અમદાવાદથી 390 કિલોમીટર દૂરદાંડીના દરિયા કિનારે અંગ્રેજ સરકારે મીઠા પર લગાડેલા કરને નાબૂદ કરવા માટે સત્યાગ્રહ કરવાનોઈરાદો હતો. સત્યાગ્રહીઓએ અંગ્રેજ સરકારના લાઠીચાર્જને સહન કરીને પણ દાંડીના દરિયા કિનારેમીઠું પકવ્યું… કાયદાને તોડ્યો, પણ હાથમાં ન લીધો! મો.ક. ગાંધી પાસેથી કદાચ એ […]