Author Archives: kaajal Oza Vaidya

ભારતીય સિનેમા અને ધુંડિરાજ

ભારતીય સિનેમાના પિતામહ તરીકે જેને ઓળખવામાં આવે છે એવા દાદાસાહેબ ફાળકેપાસેથી આપણને આજની આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગિફ્ટ મળી છે. 19 વર્ષની લાંબી કરિયરમાંએમણે 15 ફિચર ફિલ્મો અને 27 ટૂંકી ફિલ્મો બનાવી. એમનું પૂરું નામ ધુંડિરાજ ગોવિંદ ફાળકે.જન્મ નાશિકમાં. પિતા સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં પ્રાધ્યાપક.1870માં જન્મેલા ધુંડિરાજ બાળપણથી જ એક્ટર બનવા માગતા હતા, […]

પ્રકરણ – 3 | આઈનામાં જનમટીપ

શ્યામાની નજર સામે સૂતેલો મંગલ, અત્યારે તો બેહોશ હતો. એના શરીર પર મોનિટર્સના વાયર અને નસોમાંનળીઓ હતી. ગઈકાલે રાત્રે એ આવ્યો ત્યારે કોઈને ખાતરી નહોતી કે એ બચી જશે. ફેફસાંમાં કાચના ટૂકડા અનેછાતીમાં પેસી ગયેલા સ્ટિયરિંગ પછી ડૉ. શ્યામાએ એને બચાવ્યો તો ખરો, પરંતુ અત્યારે એની સામે જોઈ રહેલીશ્યામાને એ રાત, એ રાતની ભયાનકતા અને […]

ભાગઃ 1 | ગ્રામ્ય કન્યાથી પંડિતાઃ સંઘર્ષથી સફળતા

નામઃ પંડિતા રમાબાઈસ્થળઃ શારદા સદન, ચોપાટી, મુંબઈસમયઃ માર્ચ, 1920ઉંમરઃ 92 વર્ષ ચોપાટીના આ નાનકડા મકાનમાં હું મારી ‘શારદા સદન’ની દીકરીઓ સાથે રહું છું.કેટલીયે દીકરીઓને અહીં લાવીને મેં એમને જીવવાની હિંમત આપવાનો પ્રયાસ કર્યો છે. કેટલીયેદીકરીઓ, વિધવાઓ પોતાનું જીવન સુધારીને અહીંથી લગ્ન કરીને, પોતાનો વ્યવસાય કે કામ શોધીનેહિંમતથી સમાજમાં જીવતાં શીખી. આજે એમને યાદ કરું છું, […]

સત્યમેવ જયતેઃ અથર્વવેદનો મંત્ર છે

મા દુર્ગાની ઉત્પત્તિ ચાર વેદોના સંરક્ષણ માટે થઈ. દુર્ગમ નામનો રાક્ષસ જ્યારે વેદોની ચોરીકરીને ભાગ્યો ત્યારે સિંહવાહિની, અષ્ટભુજાધારી દુર્ગાનું પ્રાગટ્ય થયું. વેદોનું રક્ષણ કરવા માટે જેપ્રગટ્યા, તે સ્વયં શક્તિ, જગતજનની મા દુર્ગા છે. આ ચાર વેદો એટલે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એવું માનવામાં આવે છે કે, અથર્વવેદ સૌથી છેલ્લે રચાયો. અથર્વવેદમાં કુલ 5987 ઋચાઓછે. […]

યે કહાં આ ગયે હમ, યૂં હી બદહવાસ ચલતે…

શામળાજી જતાં રસ્તા ઉપરનું એક ટોલબૂથ… એક વૈભવી કારમાં બેઠેલા વ્યક્તિ પોતાનું બીજાસ્ટેટની પોલીસનું આઈડી કાર્ડ બતાવીને ટોલ નહીં ચૂકવવાની પેરવી કરતા રહ્યા, પાછળ ગાડીઓનીલાઈન લાગી ગઈ. હોર્ન પર હોર્ન વાગવા લાગ્યા, પરંતુ એ ભાઈને કોઈ અસર નહીં! ટોલબૂથનો સંચાલકએને વારંવાર સમજાવતો રહ્યો કે, આવા આઈડી કાર્ડથી ટોલમાં માફી ન મળે, પરંતુ એ ભાઈ તો […]

પંડિતા રમાબાઈઃ દોઢસો વર્ષ પહેલાંની આધુનિક સ્ત્રી

લગભગ દરેક વાતચીતમાં આપણને સાંભળવા મળે છે કે, ‘જમાનો બદલાઈ ગયો છે…’આજની સ્ત્રી 21મી સદીમાં જીવે છે, પરંતુ એનો વિકાસ અને જીવનશૈલી કદાચ 22મી સદી સુધીપહોંચ્યા છે. વુમન એમ્પાવરમેન્ટની વાતો કરતાં આપણે સૌ એ નથી જાણતા કે આપણી આસ્વતંત્રતા અને સ્ત્રી સશક્તિકરણના પાયામાં કેવી કેવી સ્ત્રીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આજથી 150 વર્ષ પહેલાં જ્યારે […]

પ્રકરણ – 2 | આઈનામાં જનમટીપ

“કિલ હીમ…” પાવન કહી રહ્યો હતો. એના અવાજમાં કોઈ રાક્ષસી ઉદ્વેગ હતો. સેલફોન હાથમાં પકડીને ઊભેલી શ્યામા બસ, સાંભળી રહી હતી. ડૉ. રાજેશ, ડૉ. શિરીન,પાવન અને ડૉ. પરેશના શબ્દો એકબીજાની સાથે અથડાતાં હતા જાણે. બે પત્થર ઘસાય એમ એ બધાશબ્દો એકબીજા સાથે ઘસાતા હતા અને તણખા ઝરતા હતા શ્યામાની ચારેતરફ. એનું મગજ ગોળગોળ ઘૂમતું હતું. […]

ભાગ – 4 । ઢગલાબંધ એવોર્ડ્સ અને 94 વર્ષે પણ નૃત્યની સાધનાથી ઉઘડતી સવાર

નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ મારા જીવનમાં ઉતારચઢાવ તો જાણે કોઈ સામાન્ય ઘટનાની જેમ આવતા રહ્યા છે.કોઈ દિવસ કલ્પ્યું ન હોય એવી પરિસ્થિતિ અને પ્રશ્નોનો સામનો મારે કરવો પડ્યો છે. કોઈ સમજણકે વિચાર વગર મારાથી 18 વર્ષ મોટા નઝીર અહેમદ સાથે લગ્ન કરીને મને ફસાઈ ગયાની લાગણીથઈ હતી. એ ભૂલ સુધારવા […]

હાં રે, દોસ્ત નથી જવું ડોલરિયા દેશમાં…

અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીના રસ્તે હોડીમાં બેસીને પાર કરી રહેલા મહેસાણાના ચારજણાં, માતા-પિતા (પ્રવિણ ચૌધરી), દીકરો અને દીકરી મૃત્યુ પામ્યા. એવી જ રીતે જગદીશ પટેલનાપરિવારના સભ્યોનું પણ જાન્યુઆરી, 22માં ઠંડીને કારણે મૃત્યુ થયું હતું. આ પહેલી વખત નથી બન્યું.ગેરકાયદેસર અમેરિકા જવાનું ગાંડપણ ભારતીય નાગરિકોમાં કેટલાય વર્ષોથી હતું, હજી સુધી ટકી રહ્યુંછે. ધાર્મિક કે વ્યવસાયિક કાર્યક્રમોમાં […]

મૂએ પીછે મત મિલૌ કહૈ કબીરા રામ…

સમય, બહુ વિચિત્ર શબ્દ છે. એક રીતે જોવા જઈએ તો તદ્દન અસ્થિર અને અનપ્રેડીક્ટેબલ છેઆ, સમય. બીજી તરફ આ સમય જ માણસના ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને એના જીવનની પહેલાંકે પછી અસ્તિત્વ ધરાવે છે. આવા સમયમાં જ્યારે ડોકિયું કરીએ ત્યારે સમજાય કે જે-તે સમયમાં જીવેલાલોકોનું મૂલ્ય એમના સમયમાં થતું નથી. મોટાભાગના લોકો જ્યારે એમનો જીવનકાળ […]