Category Archives: DivyaBhaskar

સમય આપે એ નવરા નથી હોતા…

‘શું કરે છે? ફોન કેમ નથી ઉપાડતા ?’ એક વ્યક્તિ બીજાને પૂછે છે… ‘મારી પાસે એક કલાક ફ્રીહતો, એટલે મને લાગ્યું કે, તારે ત્યાં આવીને ચા પીઉં!’ પણ એ જ વ્યક્તિ જ્યારે સામે ફોન કરે છે ત્યારેએમની પાસે સમય નથી હોતો… આપણે એવું માની લઈએ છીએ કે, આપણે માટે જો આપણા મિત્ર,પ્રિયજનનું મહત્વ આપણા કામ […]

દીકરી ન જન્મે એવું ઈચ્છે જ, કારણ કે…

ડીપીએસના શિક્ષિકા રીચાબહેન દીક્ષિતનો કિસ્સો હજી જૂનો થયો નથી, ત્યારે માતા-પિતાદીકરાની ઈચ્છા શું કામ રાખે છે એના કારણોમાં થોડા લોજિકલી ઉતરવું જોઈએ. દીકરો માતા-પિતાનું વૃધ્ધત્વ પાળશે, એમની કાળજી રાખશે એવી કોઈ ખાતરી કે ગેરસમજ છે ? દીકરો કમાશે,અને પોતે રિટાયર્ડ થઈ શકશે, એવું માનતા માતા-પિતા સામે વૃધ્ધાશ્રમોની સંખ્યા ચેતવણી છે. દીકરોવંશ રાખશે, એવું માનતા માતા-પિતા […]

જો ચલા ગયા ઉસે ભૂલ જા…

38 વર્ષની કેટરિના કૈફ અને 33 વર્ષના વિકી કૌશલના લગ્ન આનંદ અને શાંતિથી પૂરા થઈ ગયા.સલમાન ખાન એ લગ્નમાં હાજર ન રહ્યા, પણ એમણે ઉદાર દિલે બંને જણને રેન્જ રોવર ગાડી ભેટઆપી. બીજી તરફ, કેટરિનાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરે પણ હીરાનો સેટ ભેટ આપ્યો, પરંતુલગ્નમાં હાજર ન રહ્યા. એક સમયે રણબીર કપૂર અને કેટરિના લિવઈનમાં […]

સ્ટાર્ટઅપઃ ગેટ સ્ટાર્ટેડ… ઈટ વર્કસ !

કોરોનાની બીજી લહેર પૂરી થઈ ગઈ છે અને નવા નવા વાયરસની ખબરો આપણા સુધી પહોંચીરહી છે ત્યારે લગભગ દરેક વ્યક્તિ આર્થિક રીતે નાની, મોટી સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુઓનલાઈન શોપિંગમાં ન માની શકાય એ ઝડપે વધારો થઈ રહ્યો છે. શાકભાજીથી શરૂ કરીને મેક-અપનોસામાન, ફર્નિચર અને રેસ્ટોરન્ટના પ્રમાણમાં ભોજનની પણ હોમ ડિલીવરી વધી રહી છે. […]

મથુરાનગરપતિ, કાહે તુમ ગોકુલ જાઓ…

‘તુમરી પ્રિયા અબ પૂરી ઘરવાલી, દૂધ નાવન ઘીવું દિનભર ખાલી…’ ગઈકાલ સુધી જે પ્રેમિકાહતી એ આજે કોઈની પત્ની છે. દૂધે નહાય છે, પરંતુ કરવા માટે એની પાસે કશું નથી (જીવવાનું કોઈકારણ નથી). ‘બિરહ કે આંસુ કબ કે પોંછ ડાલે, અબ કાહે દરદ જગાઓ…’ જે ગઈકાલ સુધી તમને મિસકરતી હતી કે જેને તમારા વગરનું જીવન અસહ્ય […]

આપણા સૌમાં અસૂર છે… છે જ !

વલસાડ જિલ્લા નજીક દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર છોકરા ઉપર ચોરીનો આરોપમૂકીને એને એક ટોળાંએ અમાનવીય રીતે માર્યો. એટલું ઓછું હોય એમ એનો વીડિયો વાયરલ કરવામાંઆવ્યો… એ પહેલાં 10 ડિસેમ્બરે બિહારમાં એક 50 વર્ષના માણસને આ જ રીતે મારી નાખવામાંઆવ્યો, 20 જૂને ત્રિપુરામાં ત્રણ જણાં, મે 29એ છત્તીસગઢમાં બે જણાં… આવા કેટલા કિસ્સાઆપણને રોજે રોજ […]

‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન અપમાનજનક છે?

કોરોના પછી આજુબાજુમાં રહેતા લોકોને એકબીજા સાથે દોસ્તી થવા લાગી છે, અથવા કદાચકરવી પડી છે. સૌને સમજાયું છે કે, પડોશી સાચા અર્થમાં પહેલો સગો છે… આવા સમયમાં કોઈક વ્યક્તિસાથેના સંબંધોમાં શું સંબોધન કરવું,એવી સમસ્યા ક્યારેક આપણને મૂંઝવી નાખે છે. એમાંય ખાસ કરીને,60થી ઉપર અને 65થી નીચેના લોકોને ‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન બહુ ગમતું ન હોય […]

નાગાલેન્ડ અને હેલિકોપ્ટર હાદસો સંબંધ કે અકસ્માત માત્ર ?

 નાગાલેન્ડના 14 લોહીયાળ મૃત્યુની હજી કળ વળે એ પહેલાં સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટર હાદસાએ ફરી ચોંકાવી દીધાછે. સમગ્ર રાષ્ટ્ર માટે આ આઘાતની ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે મીડિયાએ ઉઠાવેલો સવાલ પણ મહત્વનો છે. આ દેશની સેનાના અધ્યક્ષ જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા, એ જો સલામત ન હોય તો આપણે સૌ કઈ […]

માણસ અને મ્યુઝિયમઃ આજ અને ઈતિહાસ

14 ડિસેમ્બર, રાજ કપૂરનો જન્મદિવસ. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમનો જન્મદિવસધામધૂમથી ઊજવાતો. આર.કે. સ્ટુડિયોમાં13 ડિસેમ્બરની રાત્રે બોલિવુડના મોટામોટા સ્ટાર્સરાજસા’બને જન્મદિવસની શુભેચ્છા આપવા ઊમટી પડતા. એ સિવાય આર.કે.ની હોળી, રાજસા’બજીવ્યા ત્યાં સુધી એક અનોખો પ્રસંગ બની રહેતી. આર.કે.ની હોળીમાં નિમંત્રણ મળે એ સ્ટારનુંસદભાગ્ય કહેવાતું… 17 સપ્ટેમ્બર, 2017… બપોરે 2.20, આર.કે. સ્ટુડિયોમાં લાગેલી ભયાનક આગની […]

ભૂલનું બીજ, ગુન્હાનું વૃક્ષઃ જવાબદાર કોણ ?

‘એક માણસને કેટલી જમીન જોઈએ ?… છ ફૂટ !’ લિયો ટોલ્સટોયની આ કથા આપણેઅનેકવાર કહી છે, સાંભળી છે, પરંતુ જીવનમાં ઉતારી શક્યા નથી ! એક ગામમાં એક માણસપહોંચ્યો. એને જમીન ખરીદવી હતી. ગામના મુખીએ કહ્યું કે, ‘સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તમેજેટલી જમીન પર ચક્કર લગાવી શકો એટલી જમીન તમારી થઈ જશે…’ એ માણસ રાત્રે ઊંઘમાં જચક્કર […]