Author Archives: kaajal Oza Vaidya

પ્રકરણ – 50 | આઈનામાં જનમટીપ

છોકરીઓની ડિલિવરી પછી પહેલું કામ મોટાભાઈને શોધવાનું હતું. જરૂર નહોતી તેમ છતાં ખાલી બસચલાવી રહેલા શિવે સાંઈને ફોન કર્યો, ‘પતી ગયું છે. હું નીકળું છું.’ સામાન્ય રીતે શિવ ઓમને જ પોતાના કામ અનેલોકેશનની માહિતી આપતો. આજે એણે સાંઈને ફોન કર્યો એટલે સાંઈને નવાઈ લાગી.એણે શિવને પૂછ્યું, ‘ભાઈને કહ્યું?’‘હમમ…’ શિવે જવાબ આપવાનું ટાળ્યું. એ ખરેખર ચિંતામાં […]

ભાગઃ 2 | સમય બદલાયો, સિનેમા બદલાયું અને મને લાગ્યું કે હું એ ‘નવા સિનેમા’માં ફિટ નહીં થાઉ

નામઃ સઈ પરાંજપેસ્થળઃ 601, અંબર એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામ રોડ, જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 85 વર્ષ આજે હું 85 વર્ષની છું, છતાં કાર્યરત છું. વાંચન અને મારું કામ નિયમિતપણે ચાલે છે, પરંતુઆજની ફિલ્મો જોઈને ક્યારેક દુઃખ થાય છે. હું ફિલ્મોની એ સ્કૂલ અને વિચારો સાથે જોડાયેલી છું,જ્યાં ફિલ્મો સમાજને કંઈક આપતી અને સમાજ પાસેથી કંઈક મેળવતી પણ ખરી. […]

કેટલા સફળ લોકોની બારમાની માર્કશીટ જોઈ છે આપણે?

માર્ચ મહિનો એટલે બોર્ડની પરીક્ષાનો મહિનો. ધોરણ 10 અને 12ના બોર્ડનીપરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં કેટલાક ઘરોમાં ત્રણ-ચાર મહિનાથી ઘરમાં ભયાનક યુધ્ધનું વાતાવરણસર્જાઈ જતું હોય છે. ટેલિવિઝન નહીં જોવાનું, મહેમાનોએ નહીં આવવાનું, કોઈ પાર્ટી, લગ્ન કેપ્રસંગોની ઉજવણીએ માતા-પિતામાંથી એક જ જાય, સિનેમા, નાટક કે કોઈપણ પ્રકારનામનોરંજનની સખત મનાઈની સાથે સાથે સતત એક જ ભય બાળકના […]

સઈ પરાંજપેઃ એક સ્ત્રી દિગ્દર્શકની ‘કથા’

કાચબો અને સસલાની વાર્તા તો આપણે બધાએ સાંભળી છે. શર્ત લગાવીને બંને જણાંહરિફાઈ કરે છે જેમાં સસલું પહેલું પહોંચે છે, થોડે દૂર જઈને સૂઈ જાય છે અને ધીમી ગતિએચાલતો કાચબો અંતે હરિફાઈ જીતી જાય છે… આ કથા ઉપરથી એક ફિલ્મ બનેલી, ‘કથા’!ફિલ્મની નિર્દેશિકા સઈ પરાંજપે હિન્દી સિનેમાનું એક એવું નામ છે જેમણે ઓછી પણઅવિસ્મરણિય ફિલ્મો […]

પ્રકરણ – 49 | આઈનામાં જનમટીપ

ટેબલ પર કોકેઈન પાવડરની બે લાઈનો કરેલી હતી. હાથમાં પકડેલા ક્રેડિટ કાર્ડથી એ લાઈનને સરખી કરીનેસાંઈ અસ્થાનાએ પોતાના હાથમાં પકડેલી બે હજાર રૂપિયાની હવે નહીં ચાલતી નોટની ભૂંગળી નાક પાસે લીધી. એકશ્વાસે એણે કોકેઈનની એ આખી લાઈન પોતાના એક નસકોરામાં ઉતારી અને પછી બીજા નસકોરા પાસે ભૂંગળી લઈજઈને બીજી લાઈન પણ શ્વાસમાં ખેંચી લીધી. માથું […]

ભાગઃ 1 | રશિયન પિતા અને મરાઠી બ્રાહ્મણ પરિવારની પુત્રીઃ યે નીલી નીલી આંખે…

નામઃ સઈ પરાંજપેસ્થળઃ 601, અંબર એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામ રોડ, જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 85 વર્ષ હું જે જમાનાની વાત કરું છું ત્યારે દૂરદર્શન સિવાય ટેલિવિઝન ઉપર કંઈ જોવા મળતું નહીં.એ 70નો દાયકો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝન નિર્ધારિત કલાકો માટે દેખાતું. સમાચાર અનેમનોરંજનના કાર્યક્રમો પણ બહુ મર્યાદિત હતા. મારી કારકિર્દી ત્યારે, દૂરદર્શન સાથે શરૂ થઈ એમ કહુંતો […]

અમીર, ધનવાન, પૈસાદાર, શ્રીમંત, શ્રેષ્ઠીઃ શબ્દો નહીં, સંસ્કારનો ફેર છે

અનંત અંબાણીના પ્રિવેડિંગ ગાલામાં જામનગરમાં ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ અને દેશ-વિદેશના મહેમાનો પધાર્યા… ત્રણ ખાન એક સાથે દક્ષિણ ભારતના સ્ટારની જોડે ઓસ્કાર વિનિંગગીત પર નાચ્યા… પૈસા હોય તો શું ન થઈ શકે? બચ્ચન સાહેબ અને ઐશ્વર્યા રાય પણ ભોજનપીરસવા માટે નમ્રતાપૂર્વક હાજર રહી શકે! શ્રીમંત લોકોના લિસ્ટમાં અદાણી અને અંબાણીનું નામ આવે છે. મિત્તલ અને બીજાઅનેક શ્રીમંત […]

માનો તો મૈં ગંગા મા હૂં, ના માનો તો બહેતા પાની…

જગજિતસિંઘજી પર બનાવેલી ડોક્યુમેન્ટરી ‘વો કાગઝ કી કશ્તી’માં એમના એક મિત્રએ કહ્યું છેકે, જે રાત્રે એમના પુત્ર વિવેકસિંઘનો એક્સિડન્ટ થયો એ રાત્રે જગજિતસિંઘ એક પાર્ટીમાં હતા. એદિવસે ગાવાના નહોતા, પરંતુ સહુએ ખૂબ આગ્રહ કર્યો એટલે એમણે એમની ફેવરિટ ગઝલ ‘દર્દ સે મેરાદામન ભર દે યા અલ્લાહ’ ગાઈ. ગાતી વખતે ખૂબ રડ્યા, પછી પણ રડતાં રહ્યા. […]

કુછ તો નિશાની છોડ જા, અપની કહાની છોડ જા…

લગભગ દોઢ સદી પહેલાં ફ્રાન્સમાં બળવો થયો. સિવિલ વૉર્નમાં એક છોકરો ફસાઈ ગયો હતો. એકતરફથી સૈનિકો ગોળીઓ છોડતા હતા બીજી તરફ, લોકો આગળ વધી રહ્યા હતા. એક નાનકડી છોકરી પોતાનાહાથમાં મશાલ લઈને વિદ્રોહી નાગરિકોમાં હિંમત અને પ્રેરણાનો સંચાર કરી રહી હતી. એક સૈનિકે આ જોઈનેછોકરીને એક જ બુલેટમાં ખતમ કરી નાખી. છોકરી તો મરી ગઈ, […]

પ્રકરણ – 48 | આઈનામાં જનમટીપ

મુંબઈ ઈન્ટરનેશનલ પર ઊભેલા મંગલસિંઘનો જીવ તાળવે ચોંટ્યો હતો. એને ભયાનક પરસેવો થઈ રહ્યોહતો. એણે સિક્યોરિટીને ચેક કરવા આપેલા પાસપોર્ટ અને ટિકિટને સિક્યોરિટીનો માણસ જરા વધુ ઝીણવટથી તપાસીરહ્યો હતો. કોઈપણ એક સેકન્ડે પકડાઈ જવાની માનસિક તૈયારી સાથે મંગલસિંઘે આંખો મીંચી, પણ બીજી જ સેકન્ડેસિક્યોરિટીના માણસે એને કહ્યું, ‘મુજે તો લગા તુમ કોઈ પિક્ચર કે હીરો […]