Category Archives: Vama

પડકાર ઝીલે એને ઘાવ લાગે, જે ચડે એ પડેય ખરા…

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.ઝળાઝળાંનો મોહતાજ નથી,મને મારું અજવાળું પૂરતું છે,અંધારાનાં વમળને કાપે,કમળ-તેજ તો સ્ફુરતું છે.ધુમ્મસમાં મને રસ નથી,હું ખુલ્લો અને નિખાલસ છું.પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ?હું પડકાર ઝીલનારો માણસ છું.કુંડળીને વળગવું ગમે નહીં.ને ગ્રહો કને શિર નમે નહીં.કાયરોની શતરંજ પર જીવસોગઠાબાજી રમે નહીં.હું […]

અધ્યાત્મ કથાઃ મહત્વ અને મર્મ

આપણે અનેકવાર આપણા ઉપનિષદોમાં ‘શુકદેવજી’ નું નામ સાંભળ્યું છે. પરીક્ષિતનેભાગવતની કથા શુકદેવજી સંભળાવે છે… પરંતુ, આ શુકદેવજી છે કોણ? એ જાણવા માટે આપણેસતયુગ સુધી જવું પડે. એક કથામાં કહ્યું છે કે, કૈલાસ ઉપર શિવજી અને પાર્વતીજી વાતો કરતા હતા.દરમિયાનમાં પાર્વતીજીએ અમરકથા સાંભળવાની હઠ લીધી. અમરકથા સાંભળે તે ક્યારેય મૃત્યુ નપામે એવું વરદાન છે તેથી શિવજીએ […]

રિશી કપૂરઃ ‘ખુલ્લમ ખુલ્લા’ જીવનની ખાટી-મીઠી કથા

જેની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હોત, એવા એક ઓલટાઈમ સ્ટારનીસ્મશાન યાત્રા 20 લોકો સાથે સંપન્ન થઈ ગઈ! કોરોનાના કપરાકાળ દરમિયાન 30 એપ્રિલ,2020ના દિવસે રિશી કપૂરનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવાર સિવાય કોઈનેય સ્મશાન યાત્રામાંસામેલ થવાની પરવાનગી મળી નહીં! પોતાના પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવા માટે એ જીવ્યાનહીં, એવી જ રીતે એમની ફિલ્મ ‘શર્માજી નમકીન’ […]

‘ધ મોસ્ટ હેઈટેડ મેન ઓન ઈન્ટરનેટ’: અંતે માનો વિશ્વાસ જીતે છે

2015ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાના એક છોકરાને 30 મહિનાની જેલ થઈ.એની સાથે એના સાથીદારને 25 મહિનાની જેલ થઈ… એફબીઆઈએ એના કેસ પર બે વર્ષ સુધીકામ કર્યું. નાની નાની સાબિતીઓ ભેગી કરી. 40 જેટલી સ્ત્રીઓએ આગળ આવીને એના વિરુધ્ધફરિયાદ કરી, પણ કોર્ટમાં ટેસ્ટિમોનિયલ આપવા ફક્ત એક જ છોકરી પહોંચી, કેઈલા લૉસ. આ કેસસાયબર ક્રાઈમનો એક અનોખો કેસ […]

વારસામાં સંપત્તિ નહીં, સંસ્કૃતિ અને સંસ્કાર આપીએ

ઉત્તર પ્રદેશમાં કોલેજમાં ભણતા થોડા વિદ્યાર્થીઓએ એક વિધર્મી વિદ્યાર્થીને પકડીનેએની પાસે હિન્દુ ઈશ્વરનું નામ બોલાવવાનો પ્રયાસ કર્યો. એ વિદ્યાર્થીએ વિરોધ કર્યો, અને અંતે એવિદ્યાર્થીને મારી મારીને એનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું. એની સામે ફક્ત ગુજરાતમાં જ નહીં,દેશભરમાં અન્ય ધર્મના યુવકો હિન્દુ છોકરીઓને પ્રેમમાં પાડી એની સાથે લગ્ન કરીને ‘લવ જિહાદ’નાનામે પોતાના ધર્મને પ્રસારીત કરવાની કોઈ વિચિત્ર […]

ભોળાભાઈ પટેલઃ ગદ્ય લેખનની કવિતા

…આ શબ્દો પવનપાવડી બની જાય છે મારે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તેદિશામાં માત્ર વિદિશા નથી, દસે દિશા છે… સાત સમુંદર, તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ,ઝાડ જંગલ… પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ. કેવડો મોટો દેશ છે આપણો આ! આખો જનમારો ભમીએ તોય […]

સંયમ એટલે ભીતરનું બેલેન્સ

કોવિડ પછી એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વભરમાં માનસિક રોગીઓની સંખ્યામાંવધારો થયો છે. એન્ઝાઈટી, ડિપ્રેશનની સાથે સાથે ફ્ર્સ્ટ્રેશન અને ઘરેલું હિંસાના કેસ પણ વધવાલાગ્યા છે. હજી હમણા જ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડેના દિવસે બહાર પડેલા આંકડામાંથી જે માહિતીમળી એમાં ગુસ્સામાં પતિ-પત્નીએ એકબીજાના નાક-કાન કાપી લીધા હોય એવા કિસ્સાની સંખ્યાઆઘાતજનક છે. માત્ર પતિ-પત્ની જ નહીં, પોતાના […]

સ્ટાર યા કલાકારઃ સામાજિક નિસ્બતની જવાબદારી કોની?

21મી એપ્રિલે અભિનેતા અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેન્ઝ અને હિતેચ્છુઓનીમાફી માગી. એમણે લખ્યું કે, ‘આજ પહેલાં મેં કોઈ દિવસ તમાકુ કે શરાબનો પ્રચાર કર્યો નથી. આજપછી પણ નહીં કરું, પરંતુ વિમલ ઈલાયચીની જાહેરખબર જોઈને આપ સૌની પ્રતિક્રિયાએ મનેજાગૃત કર્યો છે. કાયદેસરનો કોન્ટ્રાક્ટ હોવાને કારણે જાહેરાત એના નિશ્ચિત સમય સુધી ચાલશે, પરંતુએ પછી હું ક્યારેય […]

અખો, કબીર અને નરસિંહઃ સમય જુદા, વાત એક

એ અનંતને બોલ્યો ન જાય જી,મહતા ન આવે વાણીમાંય જી,વચન ન લાગે તો કયમ કહેવાય જી,મહાચૈતન્યધન નહીં મન કાય જી.સદા નિરંતર છે જ સરખા, વસ્તુવિચારે એ અશો. અખાનું આ કડવું અખેગીતામાંથી લેવામાં આવ્યું છે. અખેગીતામાં 40 કડવાં અને10 પદો છે. આ કડવાંમાં એમણે લખ્યું છે કે, જે જન્મ લેતો નથી અને જે નાશ પામતું નથી […]

જૂનું એટલું સોનું… તો “નવું” એટલું પ્લેટિનમ?

હો શામ ભી તો ક્યા? જબ હોગા અંધેરા, તબ પાયેગા દર મેરાઉસ દર પે ફિર હોગી તેરી સુબહ, તુ ન જાને આસપાસ હૈ ખુદા… ‘અંજાના અંજાની’ નામની એક લવ સ્ટોરીનું આ ગીત વિશાલ દદલાની અને શેખરરાવજીયાની નામના બે કવિઓએ લખ્યું છે. આપણે સામાન્ય રીતે નવા ગીતોની કવિતા ઉપર ઝાઝુંધ્યાન આપતા નથી. મોટાભાગના 50-55ના માતા-પિતા પોતાના […]