Author Archives: kaajal Oza Vaidya

દીકરી ન જન્મે એવું ઈચ્છે જ, કારણ કે…

ડીપીએસના શિક્ષિકા રીચાબહેન દીક્ષિતનો કિસ્સો હજી જૂનો થયો નથી, ત્યારે માતા-પિતાદીકરાની ઈચ્છા શું કામ રાખે છે એના કારણોમાં થોડા લોજિકલી ઉતરવું જોઈએ. દીકરો માતા-પિતાનું વૃધ્ધત્વ પાળશે, એમની કાળજી રાખશે એવી કોઈ ખાતરી કે ગેરસમજ છે ? દીકરો કમાશે,અને પોતે રિટાયર્ડ થઈ શકશે, એવું માનતા માતા-પિતા સામે વૃધ્ધાશ્રમોની સંખ્યા ચેતવણી છે. દીકરોવંશ રાખશે, એવું માનતા માતા-પિતા […]

‘હું + તું = આપણે’… લગ્નજીવનના 25 વર્ષના હિસાબની પાસબુક

પ્રિય નમન,આજે આપણાં લગ્નને બરાબર એક વર્ષ પૂરું થયું. આ પત્ર તને લખું છું ત્યારે વીતેલું એક વર્ષ મારી નજર સામે આવીને ઊભું રહી જાય છે. હુંતને પહેલી વાર મળી ત્યારે મનોમન નક્કી કરીને આવી હતી – દાદી અને મમ્મીનો આગ્રહ છે એટલેતને મળવું, પણ એવું ભયાનક વર્તવું કે તું જ મને લગ્નની ના પાડી […]

જો ચલા ગયા ઉસે ભૂલ જા…

38 વર્ષની કેટરિના કૈફ અને 33 વર્ષના વિકી કૌશલના લગ્ન આનંદ અને શાંતિથી પૂરા થઈ ગયા.સલમાન ખાન એ લગ્નમાં હાજર ન રહ્યા, પણ એમણે ઉદાર દિલે બંને જણને રેન્જ રોવર ગાડી ભેટઆપી. બીજી તરફ, કેટરિનાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરે પણ હીરાનો સેટ ભેટ આપ્યો, પરંતુલગ્નમાં હાજર ન રહ્યા. એક સમયે રણબીર કપૂર અને કેટરિના લિવઈનમાં […]

દસ્તાવેજી ફિલ્મોઃ માહિતીની સાથે મનોરંજનનું અદ્ભૂત માધ્યમ

હવે પાકિસ્તાનમાં અમૃતસર જિલ્લાનું કોટલા સુલ્તાન સિંઘ ગામ… એ ગામમાં રોજ એકફકીર આવતો. એ ફકીર રસ્તા પરથી ગાતો ગાતો પસાર થાય ત્યારે એક નાનકડો છોકરો એની પાછળદોડતો. એ છોકરો આબેહૂબ ફકીરના ગીતની નકલ કરી શકતો. એક દિવસ એ છોકરો ગાતો હતો ત્યારેએ ફકીરે સાંભળ્યું. છોકરા પાસે એક ગીત ફકીરે ગવડાવ્યું. છોકરાએ ગાયું અને ફકીરે આશીર્વાદઆપ્યા, […]

સ્ટાર્ટઅપઃ ગેટ સ્ટાર્ટેડ… ઈટ વર્કસ !

કોરોનાની બીજી લહેર પૂરી થઈ ગઈ છે અને નવા નવા વાયરસની ખબરો આપણા સુધી પહોંચીરહી છે ત્યારે લગભગ દરેક વ્યક્તિ આર્થિક રીતે નાની, મોટી સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુઓનલાઈન શોપિંગમાં ન માની શકાય એ ઝડપે વધારો થઈ રહ્યો છે. શાકભાજીથી શરૂ કરીને મેક-અપનોસામાન, ફર્નિચર અને રેસ્ટોરન્ટના પ્રમાણમાં ભોજનની પણ હોમ ડિલીવરી વધી રહી છે. […]

મથુરાનગરપતિ, કાહે તુમ ગોકુલ જાઓ…

‘તુમરી પ્રિયા અબ પૂરી ઘરવાલી, દૂધ નાવન ઘીવું દિનભર ખાલી…’ ગઈકાલ સુધી જે પ્રેમિકાહતી એ આજે કોઈની પત્ની છે. દૂધે નહાય છે, પરંતુ કરવા માટે એની પાસે કશું નથી (જીવવાનું કોઈકારણ નથી). ‘બિરહ કે આંસુ કબ કે પોંછ ડાલે, અબ કાહે દરદ જગાઓ…’ જે ગઈકાલ સુધી તમને મિસકરતી હતી કે જેને તમારા વગરનું જીવન અસહ્ય […]

આપણા સૌમાં અસૂર છે… છે જ !

વલસાડ જિલ્લા નજીક દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર છોકરા ઉપર ચોરીનો આરોપમૂકીને એને એક ટોળાંએ અમાનવીય રીતે માર્યો. એટલું ઓછું હોય એમ એનો વીડિયો વાયરલ કરવામાંઆવ્યો… એ પહેલાં 10 ડિસેમ્બરે બિહારમાં એક 50 વર્ષના માણસને આ જ રીતે મારી નાખવામાંઆવ્યો, 20 જૂને ત્રિપુરામાં ત્રણ જણાં, મે 29એ છત્તીસગઢમાં બે જણાં… આવા કેટલા કિસ્સાઆપણને રોજે રોજ […]

બદલ રહી હૈ જિંદગી, બદલ રહે હૈં હમ…

મનોરંજન અથવા સિનેમા ભારતીય જનજીવનનો અભિન્ન હિસ્સો છે. ભારતીય લોકોસિનેમા ઉપરથી પોતાની ફેશન કે જીવનશૈલીને બદલતા જોવા મળ્યા છે. છેલ્લા બે વર્ષથી આસિનેમાનો વ્યવસાય બદલાઈ રહ્યો છે. મોટાભાગના લોકો હવે ઈન્ટરનેટ અને ઓટીટીના માધ્યમસાથે જોડાયા છે. સિનેમા થિયેટર્સ ખૂલ્યા છે, પરંતુ ફિલ્મોને જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી.આના બે કારણો છે. એક, કોરોનાના સમય દરમિયાન ઘરમાં […]

‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન અપમાનજનક છે?

કોરોના પછી આજુબાજુમાં રહેતા લોકોને એકબીજા સાથે દોસ્તી થવા લાગી છે, અથવા કદાચકરવી પડી છે. સૌને સમજાયું છે કે, પડોશી સાચા અર્થમાં પહેલો સગો છે… આવા સમયમાં કોઈક વ્યક્તિસાથેના સંબંધોમાં શું સંબોધન કરવું,એવી સમસ્યા ક્યારેક આપણને મૂંઝવી નાખે છે. એમાંય ખાસ કરીને,60થી ઉપર અને 65થી નીચેના લોકોને ‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન બહુ ગમતું ન હોય […]

નાગાલેન્ડ અને હેલિકોપ્ટર હાદસો સંબંધ કે અકસ્માત માત્ર ?

 નાગાલેન્ડના 14 લોહીયાળ મૃત્યુની હજી કળ વળે એ પહેલાં સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટર હાદસાએ ફરી ચોંકાવી દીધાછે. સમગ્ર રાષ્ટ્ર માટે આ આઘાતની ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે મીડિયાએ ઉઠાવેલો સવાલ પણ મહત્વનો છે. આ દેશની સેનાના અધ્યક્ષ જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા, એ જો સલામત ન હોય તો આપણે સૌ કઈ […]