Author Archives: kaajal Oza Vaidya

रहने को सदा दहर में आता नहीं कोई, तुम जैसे गए ऐसे भी जाता नहीं कोई

અમે મિત્રો નહોતા… રોજ મળવાના, વાત કરવાના કે નાની મોટી ગોસિપ-સુખ-દુઃખ કરવાના સંબંધો નહોતા અમારા… પણઅમે જ્યારે મળતા ત્યારે પૂરા ઉમળકાથી અને સ્નેહથી મળતા. અમારી વચ્ચે એક બોન્ડ હતું. એ મને કાજલ દી’ કહેતી. કોવિડપછી તરત એક સરકારી ફિલ્મના પ્રોજેક્ટ માટે અમે વર્ષો પછી મળ્યાં… મારે માટે એ ‘પ્રફુલ ભાવસારની દીકરી’, પણ એ ફિલ્મપછી અમારી […]

‘ધ મોસ્ટ હેઈટેડ મેન ઓન ઈન્ટરનેટ’: અંતે માનો વિશ્વાસ જીતે છે

2015ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાના એક છોકરાને 30 મહિનાની જેલ થઈ.એની સાથે એના સાથીદારને 25 મહિનાની જેલ થઈ… એફબીઆઈએ એના કેસ પર બે વર્ષ સુધીકામ કર્યું. નાની નાની સાબિતીઓ ભેગી કરી. 40 જેટલી સ્ત્રીઓએ આગળ આવીને એના વિરુધ્ધફરિયાદ કરી, પણ કોર્ટમાં ટેસ્ટિમોનિયલ આપવા ફક્ત એક જ છોકરી પહોંચી, કેઈલા લૉસ. આ કેસસાયબર ક્રાઈમનો એક અનોખો કેસ […]

વારસામાં સંપત્તિ નહીં, સંસ્કૃતિ અને સંસ્કાર આપીએ

ઉત્તર પ્રદેશમાં કોલેજમાં ભણતા થોડા વિદ્યાર્થીઓએ એક વિધર્મી વિદ્યાર્થીને પકડીનેએની પાસે હિન્દુ ઈશ્વરનું નામ બોલાવવાનો પ્રયાસ કર્યો. એ વિદ્યાર્થીએ વિરોધ કર્યો, અને અંતે એવિદ્યાર્થીને મારી મારીને એનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું. એની સામે ફક્ત ગુજરાતમાં જ નહીં,દેશભરમાં અન્ય ધર્મના યુવકો હિન્દુ છોકરીઓને પ્રેમમાં પાડી એની સાથે લગ્ન કરીને ‘લવ જિહાદ’નાનામે પોતાના ધર્મને પ્રસારીત કરવાની કોઈ વિચિત્ર […]

માલિકને હર ઈન્સાન કો ઈન્સાન બનાયા…

‘તમે xyz બેન્કમાંથી લોન લઈ રહ્યા છો, પરંતુ અમે તમને વધુ ઓછા ઈન્ટરેસ્ટ રેટ સાથે વધુસગવડો આપીશું…’ રવિવારની બપોરે માંડ આંખ મીચાઈ હોય ત્યારે આવેલો એક આવો ફોન કોલમાણસનું મગજ છટકાવવા માટે પૂરતો છે! પરંતુ, રવિવારે બપોરે એણે નોકરી કરવી પડે છે, એવોવિચાર આવે છે ખરો? આપણે કંઈ પણ ઓર્ડર આપ્યો હોય, જે માગ્યું હોય […]

‘દેવના દીધેલ’ જો દુઃખના દેનાર બની જાય તો…

‘મારા બે સંતાનો વિદેશ રહે છે. મારી પત્નીના મૃત્યુ પછી હું સાવ એકલો પડી ગયો એટલે મેં 68વર્ષની ઉંમરે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યાં. મારા સંતાનો મારી સાથે બોલતા નથી.’ આ એક વૃધ્ધ વડીલનો ઈમેઈલછે. એમણે બીજી વિગતો પણ લખી છે, પરંતુ મહત્વની બાબત એ છે કે એમના સંતાનો સાથે રાખવા કેસાથે રહેવા તૈયાર નથી, પરંતુ એમને […]

આર્થિક જિગ્સો બદલાઈ રહી છે, છતાં કેટલાક ટૂકડા ખૂટે છે

અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ધડાધડ ઈન્કમટેક્સના દરોડા પડીરહ્યા છે. કોઈને ત્યાંથી 200 કરોડ, કોઈને ત્યાંથી 500 ને ક્યાંક 1000 કરોડના ગોટાળા બહારઆવી રહ્યા છે. સરકારી ઓફિસર લાંચ લેતા પકડાય છે અને લાંચ આપનારને પણ હવે સજા કરવાસરકાર કટિબધ્ધ છે ત્યારે, એક સવાલ એવો થાય કે, આ બધી જાગૃતિ અચાનક જ આવી છે […]

ભોળાભાઈ પટેલઃ ગદ્ય લેખનની કવિતા

…આ શબ્દો પવનપાવડી બની જાય છે મારે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તેદિશામાં માત્ર વિદિશા નથી, દસે દિશા છે… સાત સમુંદર, તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ,ઝાડ જંગલ… પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ. કેવડો મોટો દેશ છે આપણો આ! આખો જનમારો ભમીએ તોય […]

ઓછી હાઈટઃ પુરુષનો કોમ્પ્લેક્સ છે?

‘જીસકી બીવી છોટી ઊસકા ભી બડા નામ હૈ, ગોદ મેં ઊઠાલો બચ્ચે કા ક્યા કામ હૈ?’નું ગીત‘લાવારિસ’માં અમિતાભ બચ્ચને ગાયું અને પછી અમેરિકા અને ભારતના સ્ટેજ શો દરમિયાન એ જયાજીને પોતાનાહાથમાં ઉપાડી લેતા… છ ફૂટ બે ઈંચની હાઈટ ધરાવતા બચ્ચન સાહેબ એક પડછંદ અને વિરાટ વ્યક્તિત્વછે, બીજી તરફ જયાજી પાંચ ફૂટની આસપાસ ઊંચાઈ ધરાવે છે… […]

પાણી માથા પરથી પસાર થઈ જાય એ પહેલાં…

મહાભારતમાં ‘યક્ષ પ્રશ્ન’ નામનો એક પ્રસંગ છે. જેમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે અનેયુધિષ્ઠિર એના જવાબ આપે છે. યક્ષ પૂછે છે, ‘આ જગતની સૌથી વજનદાર ચીજ કઈ છે?’ યુધિષ્ઠિરઉત્તર આપે છે, ‘પિતાના ખભે પુત્રનું શબ.’ આ ઉત્તર અત્યંત સાચો અને પીડાદાયક છે. યુવાન પુત્રમૃત્યુ પામે અને પ્રૌઢ કે વૃધ્ધ પિતા એને અગ્નિદાહ આપે ત્યારે એ […]

સંયમ એટલે ભીતરનું બેલેન્સ

કોવિડ પછી એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વભરમાં માનસિક રોગીઓની સંખ્યામાંવધારો થયો છે. એન્ઝાઈટી, ડિપ્રેશનની સાથે સાથે ફ્ર્સ્ટ્રેશન અને ઘરેલું હિંસાના કેસ પણ વધવાલાગ્યા છે. હજી હમણા જ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડેના દિવસે બહાર પડેલા આંકડામાંથી જે માહિતીમળી એમાં ગુસ્સામાં પતિ-પત્નીએ એકબીજાના નાક-કાન કાપી લીધા હોય એવા કિસ્સાની સંખ્યાઆઘાતજનક છે. માત્ર પતિ-પત્ની જ નહીં, પોતાના […]