Author Archives: kaajal Oza Vaidya

મહિલા અને યુવા મતદારોઃ જાણો, વિચારો અને નિર્ણય કરો

દિવાળી પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે, પરંતુ એની તૈયારીતો છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહી છે. કેન્દ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી છે. મેટ્રોપૂરી કરી દેવામાં આવી. વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને ગુજરાતને અનેક પેકેજીસનો લાભમળવા લાગ્યો એટલે ગુજરાતની ચૂંટણી હવે હાથવેંતમાં છે એવું તો સૌ સમજી જ ગયા છે. ફક્તસત્તાવાર જાહેરાત થાય […]

ટિટોડી અને દરિયોઃ માણસ અને સિસ્ટમ

સાગરને તીર એક ટટળે ટિટોડી,ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,ટટળી કળેળતી કાઢે છે રીસ. ટિટોડીના ઈંડાંની આ કથા ગુજરાતી માધ્યમમાં ભણેલા ઘણા બધા લોકો શાળાના પાઠ્યપુસ્તકમાંભણ્યા હશે. ત્રિભુવનદાસ લુહાર, ‘સુંદરમ્’ની આ કવિતામાં સાથે મળીને દુનિયાની કોઈપણ તાકાત સામેલડી શકાય એનો અદભૂત મોટિવેશનલ સંદેશો છે. તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ […]

નાદિરાઃ બોલ્ડ અભિનેત્રી, સંવેદનશીલ સ્ત્રી

‘તુમ એક અજીબ ઔરત હો. બહોત હી એટ્રેક્ટિવ હો, એક ફાયર હૈ તુમમેં… લેકિન તુમ્હારેસાથ જી સકે, તુમકો ઝેલ સકે ઐસા મર્દ નહીં મિલેગા તુમ્હે !’ રાજકપૂરે જ્યારે આ વાત એમને કહીહતી ત્યારે એ હસી પડેલા, પરંતુ 75 વર્ષની ઉંમર સુધી એકલાં રહેલાં નાદિરાજીને કદાચ પછીથીરાજ સા’બની વાત સાચી લાગી હશે. કેડબરીઝની બાજુમાં વસુંધરા નામના […]

33 લાખ શૌચાલયની સિલસિલાબંધ સ્ટોરીઃ સ્વચ્છતામાં શાણપણ

‘મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા’ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? આ બધીઓનિરાંતે જાય છે તે દેખતી નથી?’ ખુલ્લામાં જવાનું, ખાડીની બીજી બાજુ જતાં તો સવલીને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાંજ ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં ઓળંગતાં ઠેઠદૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાં યે પાછું ગોબરું કાદવિયું […]

ટેકનોલોજીનો ત્રાસઃ બધાને, બધું જાણવું જ છે

‘અમદાવાદમાં છો?’ સામેની વ્યક્તિ ફોન ઉપર પૂછે છે.‘ના બહાર છું’ જવાબ મળે છે.‘ક્યાં?’ એ ફરી પૂછે છે.‘બહારગામ’ જવાબ ટાળવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ હવે સહેજ ચીડાયેલી છે.‘ક્યારે આવવાના?’ સામેની વ્યક્તિના સવાલો હજી પત્યા નથી.‘તમારે કામ શું છે એ કહોને…’ જવાબ આપનાર વ્યક્તિની ધીરજ ખૂટે છે.‘જરા મળવું ‘તું’ સામેની વ્યક્તિ કહે છે.‘બોલો ને…’ જવાબ આપનાર વ્યક્તિ નમ્રતાથી […]

ગુંડાઓની ફિલ્મોઃ આપણે નવી પેઢીને કંઈ દિશામાં લઈ જઈ રહ્યા

સાતમી ઓક્ટોબર, 2010… ચેન્નાઈમાં મહાલક્ષ્મી અને એના પતિ હેમચંદર પોતાનાજ ઘરમાં લાગેલી આગમાં બળીને ભસ્મ થઈ ગયા. એમના ઘરની ડોમેસ્ટિક હેલ્પ કરનારી વ્યક્તિએફોન કરીને ફાયરબ્રિગેડને બોલાવી, પરંતુ એ પહેલાં ઘરની બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, કબાટમાં રહેલાકાગળો, રૂપિયાની નોટોની સાથે સાથે પતિ-પત્ની બંને પણ રાખના ઢગલામાં ફેરવાઈ ગયાં હતાં.જાણીને નવાઈ લાગશે કે મહાલક્ષ્મી, વરદરાજન મુદ્દલિયારની પુત્રી હતી. […]

ચૂંટણીઃ મંદિર, મફત અને મતનું સરકસ

ગુજરાતમાં આવનારી ચૂંટણીઓની હલચલ શરૂ થઈ ગઈ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનનેલીલી ઝંડી બતાવીને નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને એક નવી ભેટ આપી છે. ગઈકાલ સુધી જેરસ્તાઓ ખોદાયેલા અને અવ્યવસ્થિત દેખાતા હતા એના ખાડા ધીમે ધીમે પૂરાઈ રહ્યા છે. બીજીતરફ, ભ્રષ્ટ અને અશિષ્ટ આચરનાર રાજકારણીઓને ઝીણી નજરે વીણી વીણીને મેઈન સ્ટ્રીમમાંથીહટાવવાના પ્રયાસ શરૂ થયા છે […]

લગ્નમાં આત્મા નહીં, શરીર પણ અનિવાર્ય છે

લગ્ન પહેલાં એક છોકરી કન્ફ્યુઝ છે, લગ્ન પછી એ પતિ સાથે ઈમોશનલી કે શારીરિક રીતેપૂરેપૂરી જોડાઈ શકતી નથી-અપરાધભાવમાં સતત સફાઈ કર્યા કરે છે (ઓસીડીની અસર) એનો પતિ જેએક નોર્મલ માણસ છે, લગ્નજીવન વિશે એણે કલ્પેલી લગભગ બધી જ બાબતો એના લગ્નજીવનમાંમિસિંગ છે. બીજી તરફ, જેના સપનાં ચૂરચૂર થઈ ગયાં છે એવો એક સ્પોર્ટ્સમેન, આર્થિક જવાબદારીઉપાડતી […]

સહવીર્યમ કરવાવહૈ, મા વિદ્વિષાવહૈ.

153 વર્ષ પહેલાં પોરબંદરની ભૂમિ પર એક એવો માણસ જન્મ્યો જેણે સુરાજ્યનું સ્વપ્નજોયું, સાકાર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. જે દેશ પર સતત બીજા પ્રાંત અને ધર્મના લોકો રાજકરતા હતા એ દેશને સાચા અર્થમાં ‘હિન્દુસ્તાન’ કે ‘ભારત’ બનાવીને એમણે આપણને સૌને આઝાદહવામાં શ્વાસ લેવાનું ગૌરવ આપ્યું. એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એમણે પોતાના જીવનનાનિર્ણયો એમના આત્મિક […]

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરઃ સ્ત્રી શિક્ષણના પાયોનિયર

આવતીકાલે, 26 સપ્ટેમ્બર… મોટાભાગના લોકો 26 સપ્ટેમ્બરને ‘દેવ આનંદ’નાજન્મદિવસ સાથે જોડે છે. ભારતીય સિનેમાના એવરગ્રીન કલાકાર, રોમેન્ટિક હીરો, પ્રોડ્યુસર,ડિરેક્ટર… હા, પરંતુ 26 સપ્ટેમ્બરની એક બીજી ઓળખ છે. આજે ભારતમાં જો દીકરીઓ ભણીશકે છે, દેશની સ્ત્રીઓને સ્વતંત્રતા મળી છે, સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ શકી છે તો એને માટેઆખો દેશ જેનો આભારી છે એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર […]