Category Archives: DivyaBhaskar

ટેલેન્ટેડ સંતાન પ્રદર્શનની ‘વસ્તુ’ નથી

નાનકડો તૈમુર સૈફ અલી પટોડી ખાન, જ્યાં જાય ત્યાં પાપા રાઝી એનો પીછો કરે છે. હવેકરીનાનો બીજો દીકરો જેહ સૈફ અલી પટોડી ખાન પણ હવે મીડિયાનું અટેન્શન બનવા લાગ્યો છે, તોબીજી તરફ અનુષ્કા અને વિરાટ કોહલીએ એમની દીકરીને મીડિયાથી દૂર રાખવાનો લીધેલો નિર્ણયએમણે દૃઢપણે પકડી રાખ્યો છે. સાથે જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને ત્યાં […]

લતાઃ માત્ર સફળતા નહીં, ભયાનક સંઘર્ષ પણ…

સ્વર સામ્રાજ્ઞી, સ્વયં વસંત જેને લેવા આવી એવી કોકિલા લતા મંગેશકરની આગળ ‘સ્વ.’લખતાં હૃદય અને કલમ બંને કંપી જાય છે. ભલે એમણે ‘વીર ઝારા’ પછી સિનેમા માટે ગીતો ન ગાયાં,પરંતુ એમની હયાતિ અને એમનાં અસ્તિત્વની મહેક, એ હતાં ત્યાં સુધી ધૂપસળીની જેમ મહેકતીરહી. લોકોએ એમના પર જાતભાતના આક્ષેપો કર્યાં. અન્ય ગાયિકાઓની કારકિર્દી એમણે ન બનવાદીધી […]

એ બધું લખાય… કાંઈ સાચે કરાય ?

દુનિયાની તમામ ભાષાઓમાં પ્રેમ-સ્ત્રી પુરૂષના પ્રેમ વિશે વિપુલ સાહિત્ય રચાયું છે. ‘પ્રેમ કોઈપણ ઉંમરે થઈ શકે-કોઈની પણ સાથે થઈ શકે-પ્રેમ કરવા માટે કોઈ કારણ નથી હોતા-લગ્ન પહેલાં, લગ્નપછી, ઉંમરના તફાવત’ કે બીજી અનેક બાબતોને અવગણીને જો પ્રેમ હોય તો કહી જ દેવું જોઈએ-સાચોપ્રેમ મળે તો જીવી લેવો જોઈએ… આવું સાહિત્ય અને સિનેમા કહે છે. બીજી […]

બેડરૂમનો બળાત્કારઃ ગુનો કે ગેરસમજ ?

‘ભારતમાં લગ્ન સંબંધિત બળાત્કારની કોઈ વ્યાખ્યા કાયદાકીય રીતે મળતી નથી.’ એડવોકેટકરુણા નાન્દીએ કરેલી પબ્લિટ લિટિગેશનના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ‘સરકાર હજી આવિશે વિચારી રહી છે. અત્યારે આ કાયદા વિશે જે માહિતી અને સ્પષ્ટતામાં પહેલાં કહ્યું હતું કે,‘કોઈપણ પુરૂષની પત્ની 15 વર્ષથી ઉપરની હોય તો એની સાથે પતિના શારીરિક સંબંધને રેપ અથવાબળાત્કાર ગણી શકાય નહીં…’ […]

‘બા’, ‘બૈરું’ અને ‘બેબી’

ગુજરાતી નાટકો અને સ્ટેન્ડઅપ કોમેડિયન્સ ‘ગુજરાતણ’ વિશે બહુ જોક્સ કરે છે. ગુજરાતીસ્ત્રીઓ જાડી જ હોય, હિન્દી ખરાબ જ બોલે અને મફત કોથમીર લેવાનો મોહ છોડી શકે નહીં, ત્યાંથીશરૂ કરીને ગુજરાતી મમ્મી અને ગુજરાતી સાસુ સુધી આ મજાક લંબાય છે. આપણે આપણીઆસપાસની દુનિયામાં નજર નાખીએ તો સમજાય કે, એ સ્ટેન્ડઅપ કોમેડિયન્સ અને ગુજરાતી નાટકોમાંજે પ્રકારની સ્ત્રીઓનું […]

ઉત્તરપ્રદેશ: રાજનીતિ કે નીતિ વગરનું રાજ

યુપીની ચૂંટણીઓ માથા પર તોળાઈ રહી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે એક મજબૂતનિર્ણયશક્તિ અને કડક વલણ ધરાવતા ગુજરાતી મહિલા આનંદીબેન પટેલ ઊભાં છે. ઉત્તર પ્રદેશનીચૂંટણીઓમાં કોઈ ગેરરીતિ ન થાય એ જોવાની એમની જવાબદારી એ પૂરી નિષ્ઠાથી નિભાવશે એવુંલાગે છે. એક તરફ, અખિલેશ યાદવ બુમરાણ મચાવી રહ્યા છે તો બીજી તરફ, એમના જ ઘરમાંથીએમના સાવકા ભાઈની […]

સંવિધાનઃ સદીયાં બીત જાતી હૈ ઈન્સાફ પાને મેં…

ना पुछो जमाने को, क्या हमारी कहानी है ।हमारी पेहचान तो यह है, की हम सिर्फ हिन्दुस्तानी है… ! રાહત ઈન્દોરીનો આ શે’ર આજે યાદ કરવાનો સમય છે. આઝાદીને 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.ઠેરઠેર આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવામાં આવ્યો છે. આજે, 72 વર્ષે પણ સવાલ એ છે કે, આપણેસાચા અર્થમાં આઝાદ છીએ ? આપણું […]

ફૂલો વાલી ડાલી ભી હો, ચૂમા ભી હો, ગાલી ભી હો…

ફિલ્મી ગીતની આ પંક્તિ માણસના મનમાં રહેલા અનેક ખૂણેખાંચરે ફરી વળે છે… ઈર્શાદકામિલ, અમિતાભ ભટ્ટાચાર્ય (આલી રે નખરાલી રે), પ્રસૂન જોશી (લડકી ક્યોં ન જાને ક્યોં લડકોં સીનહીં હોતી)માં સ્ત્રીના મનોવ્યાપારને સરસ રીતે વર્ણવવામાં આવ્યો છે. શેક્સપિયરે લખ્યું છે, ‘ડિસ્પ્યુટનોટ વીથ હર, શી ઈઝ લ્યૂનેટિક.’ (એની સાથે દલીલ કરવાનો અર્થ નથી, એ ગાંડી છે) આ […]

વુમનઃ વિક્ટિમ, વોટર એન્ડ વિનર

હમારે વોટ ખરીદેંગે, હમકો અન્ન દે કર,યે નાગે જિસ્મ છુપા દેતે હૈ કફન દે કર,યે જાદુગર હૈ યે ચુટકી મેં કામ કરતે હૈ,યે ભૂખ પ્યાસ કો બાતો સે રામ કરતે હૈ.1975માં બનેલી ફિલ્મ ‘આંધી’ માટે ગુલઝાર સાહેબે લખેલું આ ગીત છે. ‘ગાંધી’માંથી ‘જી’કાઢી નાખીએ તો ‘આંધી’ રહે… દુર્ભાગ્યે આ દેશમાં લગભગ બધા જ નિર્ણયો રાજકીય […]

ત્રીજી લહેરનું સ્ટ્રેસઃ હજી સમય છે !

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગે છે, એની સાથે 15થી 18 વર્ષના કિશોરોનેઝડપી રસીકરણ પણ ચાલી રહ્યું છે. બાળકોને સ્કૂલ મોકલવા કે નહીં એ વિશે માતા-પિતા સ્ટ્રેસમાં છે.ઘરમાં રાખે તો અલગ પ્રકારનું સ્ટ્રેસ છે અને સ્કૂલમાં મોકલે તો જુદા પ્રકારનું… માણસ કમાય તો એકસ્ટ્રેસ, ને ન કમાય તો બીજું… લગ્ન કરે તો એક, ન કરે […]