Category Archives: janmabhoomi phulchhab

જીસ પથ પે ચલા, ઉસ પથ પે મુઝે તુ સાથ તો આને દે…

છેલ્લા કેટલાય સમયથી આપણે નાની ઉંમરે હાર્ટ એટેકમાં મૃત્યુ પામતા પુરુષોના સમાચારસાંભળી રહ્યા છીએ. ખાસ કરીને, કોરોના પછી 40 અને 50ની વચ્ચેની ઉંમરના પુરુષોને હાર્ટએટેકનું જોખમ વધી રહ્યું છે. કેટલાક તબીબોની એક માન્યતા એવી છે કે, કોરોનાના વેક્સિન અને એસમયે અપાયેલી દવાઓના કારણે લોહીમાં ક્લોટ થયા હોવા જોઈએ, એ ક્લોટ હૃદય પાસે આવીનેઅટકે ત્યારે હાર્ટ […]

કકળાટ કરે તે જીતે મનવા, શાંત રહે તે હારે?

અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે, શાંત રહેવું, ક્ષમા કરવી અને સ્નેહ કરવો એ જ જીવનનુંસત્ય છે. કેટલાક વડીલો વારંવાર કહે છે, ‘ફાવશે, ચાલશે, ગમશે ને ભાવશે’ – આ ચાર શબ્દો શીખીજાઓ તો સુખી થઈ શકાય. લગ્ન કરીને સાસરે જતી દીકરીને પણ આજથી બે-ત્રણ દાયકા પહેલાંએવી જ સલાહ આપવામાં આવતી, ‘સહન કરજે, શાંત રહેજે અને […]

પતિને કારણે છોડવું છે, સાસુ માટે રહેવું છે… આ કેવું?

એક વાચકનો પત્ર આવ્યો છે, ‘મને મારા પતિ સાથે સહેજ પણ ફાવતું નથી. એમનો સ્વભાવ તોછડોઅને વિચિત્ર છે, પરંતુ મારા સાસુ એટલા બધા સારા છે કે મને છૂટાછેડા માગતા શરમ આવે છે. હું પતિ સાથેરહી શકું એમ નથી અને સાસુને છોડી શકું એમ નથી… સમજાતું નથી શું કરું!’ જામનગરની પાસેના એકગામથી આવેલા આ પત્રમાં સામાન્યથી […]

મોહબ્બત ઈન્સાન સે હો તો જિંદગી બન જાતી હૈ,મગર મોહબ્બત મા-બાપ સે હો તો ઈબાદત બન જાતી હૈ

‘મા મારી ભૂલ થઈ ગઈ છે. મને આ પરિસ્થિતિમાંથી ઉગારી લે… હું ફસાઈ ગઈ છું…’ એકછોકરી રડતાં રડતાં મલયાલમ ભાષામાં પોતાની માને કહે છે. અફઘાનિસ્તાનના કોઈક નાનકડાગામમાં એને બંધ કરી દેવામાં આવી છે. એને એક નાનકડી દીકરી છે અને એને પરણીને જે છોકરોઅહીં લઈ આવ્યો છે એ ક્યાંક ગૂમ થઈ ગયો છે. ઘરમાં ખાવાનું નથી, […]

જીવદયા કબૂલ… પણ, માનવજીવન માટે શું કરો છો?

નવેમ્બર, 2021માં જેક્વેલિન ફર્નાન્ડિઝને કૉનમેન ચંદ્રશેખરે ભેટ આપેલી સિયામીઝબિલાડીનો વિવાદ લગભગ દરેક અખબારમાં, ચેનલ પર અને સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો.લાખો રૂપિયાની બિલાડી જોવામાં સૌને રસ હતો! દરેકને જાણવું હતું કે, કરોડ રૂપિયાનો ઘોડો કેવોહોય! જેક્વેલિને પોતાના ઘોડા અને બિલાડી સાથે મૂકેલી તસવીરો એ સમયે ખૂબ વાયરલ થઈ. આમતો, દરેક ફિલ્મસ્ટાર્સને પોતાના પાલતુ પ્રાણી સાથે ફોટા […]

સ્વતંત્રતા માગતાં પહેલાં, સ્વતંત્રતા સમજવી પડે

सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में हैदेखना है ज़ोर कितना बाज़ु-ए-कातिल में हैयूँ खड़ा मक़तल में क़ातिल कह रहा है बार-बार,क्या तमन्ना-ए-शहादत भी किसी के दिल में है આ શબ્દો રામપ્રસાદ ‘બિસ્મિલ’ના છે. ભારતની સ્વતંત્રતાના ઈતિહાસમાંજેનું નામ આદરપૂર્વક લેવું પડે એવા લોકોમાં રામપ્રસાદ ‘બિસ્મિલ’ મહત્વનું સ્થાનધરાવે છે. મૈનપુરી ષડયંત્ર અને કાકોરીની ટ્રેનની લૂંટમાં પંડિત […]

સંતુલિત પર્યાવરણઃ બહારનું અને ભીતરનું

દરેક ઉનાળામાં આપણે બધા ફરિયાદ કરીએ છીએ, ‘આ વર્ષે બહુ ગરમી છે!’ અનેક વૈજ્ઞાનિકો,પર્યાવરણશાસ્ત્રીઓ કહે છે કે, ગરમી વર્ષોવર્ષ વધતી જાય છે. હિમાલય પીગળી રહ્યો છે. ઋતુઓનુંચક્ર હવે પહેલાં જેવું નિયમિત કે વ્યવસ્થિત નથી રહ્યું. ઉનાળામાં વરસાદ પડે છે, પાક બગડે છે, અલનીનો, તોફાન-કમોસમી વરસાદ, પૂર, દુષ્કાળ અને ધરતીકંપ વિશ્વના કોઈને કોઈ ભાગમાં સતતચાલ્યા કરે […]

સ્વમાન, અભિમાન, સન્માન અને બહુમાન…

સમાજના કે સંસ્થાના જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર બે-ત્રણને ક્યારેક તો ચાર લાઈનમાં સોફાઅને ખુરશીઓ મૂકવાં પડે. 20-25 જણાંને સ્ટેજ પર બેસાડ્યા પછી એકાદ બે તો નારાજ થાયજ…સંસ્થાના પદાધિકારીઓ સૌને ખુશ રાખવાનો એટલો બધો પ્રયાસ કરે કે, છેલ્લે એકમેકનાવખાણ કરવામાં જ કાર્યક્રમ પૂરો થઈ જાય. ઉપરી અધિકારી હોય કે આપણને મોટો બિઝનેસ આપતોવેપારી, પૈસાપાત્ર અને સમાજમાં […]

ઉત્તરપ્રદેશની ‘ગરમી’ હવે ગુજરાત સુધી પહોંચી છે?

‘અરવિંદ નેક બચ્ચા થા, સિર્ફ નેક હી નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી થા, નઝર મેં તો આના હી થાઉસે…’ સોની લિવ પર હજી હમણા જ રજૂ થયેલી એક વેબ સીરિઝ ‘ગરમી’ના ટ્રેલરમાં એના મુખ્યપાત્રની ઓળખ આ રીતે આપવામાં આવી છે. અરવિંદ શુક્લા નામનો એક સીધોસાદો છોકરોઅલ્હાબાદ યુનિવર્સિટીમાં ભણવા જાય છે. વિદ્યાર્થીઓનું રાજકારણ, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટનુંઈલેક્શન, એની સાથે જોડાયેલા […]

મા એટલે આંધળો પ્રેમ, સતત ક્ષમા અને વધુ પડતા વખાણ નહીં જ…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં ‘મા’ એક એવો શબ્દ છે જે સૌ માટે ખૂબ ઈમોશનલ અનેપોતાના અસ્તિત્વ સાથે, પોતાના માન સાથે જોડાયેલો છે. સિનેમાથી શરૂ કરીને સમાજ સુધી ‘મા’નેઆગવું મહત્વ આપવામાં આવ્યું છે જે બાળકને પોતાની કૂખમાં (ગર્ભમાં) રાખીને નવ મહિના પાળે-પોષે છે, અંતે પોતાના શરીરને ચીરીને એક જીવમાંથી જીવ છૂટો પાડે છે-માણસજાતને જીવતી રાખેછે, એના […]