Author Archives: kaajal Oza Vaidya

દિન કે ઉજાલે મેં મિલેંગે હમ, એક દિન…

એક જાણીતા ઓટીટી ઉપર રજૂ થયેલી ભારતીય વિમાન હાઈજેકિંગની કથામાંલેવાયેલાં નામોનો વિવાદ હજી માંડ શમ્યો છે, ત્યાં તરત જ ઓટીટી ઉપર રજૂ થયેલી નવી સીરિઝનોવિવાદ શરૂ થઈ ગયો છે. આપણા દેશમાં હવે ઓટીટીમાં પણ સેન્સરશિપ લાગુ પડી છે, પરંતુ હજીસુધી બે મોટાં ઓટીટી પ્લેટફોર્મ એ સેન્સરશિપને સ્વીકારતાં નથી. હિંસા, બળાત્કારની સાથે સાથેસજાતિય સંબંધો વિશે પણ […]

જિસકે લિયે સબ કુછ છોડા, ઉસને હી મેરે દિલ કો તોડાઃ રુટિ પેટિટ

એ 38 વર્ષના હતા, જ્યારે હું એમને પહેલી વાર મળી… ને, હું 16ની.એમને જોતાં જ હું ડઘાઈ ગયેલી. 1916નો એ ઉનાળો હતો. મારા પિતાજીનું દાર્જીલિંગમાં ઘરહતું. મારા પિતા ‘જે’ ક્લાયન્ટ હતા. એમણે ‘જે’ને ઈન્વાઈટ કરેલા-રજાઓ ગાળવા. અમે બે જણાંપહેલી વાર ત્યાં મળેલાં. એમ.સી. ચાગલા એ વખતે ‘જે’ને આસિસ્ટ કરતા. દાર્જીલિંગમાં એ પણહતા. અમારો સંબંધ વિકસતો […]

ભાગઃ 2 | હું ત્વચાથી અશ્વેત છું, પણ દિલથી અમેરિકન છું

નામઃ કમલા હેરિસસ્થળઃ વોશિંગ્ટન ડીસીસમયઃ 2024ઉંમરઃ 59 વર્ષકોણે ક્યાં જન્મ લેવો, એની ચોઈસ કોઈને મળતી નથી. ત્વચાનો રંગ, વાળનો રંગ, આંખનોરંગ કે કયા દેશમાં, કયા રાજ્યમાં જન્મ લેવો એની ચોઈસ પણ કોઈને મળતી નથી. મારે શ્વેતપરિવારમાં જન્મ લેવો કે અશ્વેત, એનો નિર્ણય મેં નથી કર્યો… તેમ છતાં મને મારી ત્વચાના રંગનેકારણે ઘણો અન્યાય થયો છે. […]

धम्मो मंगलमुक्किट्ठं,अहिंसा संजमो तवो । देवा वि तं नमंसन्ति,जस्स धम्मे सया मणो ।।

ગઈકાલે અને આજે જૈન ધર્મની સંવત્સરી ઊજવાઈ. ‘મિચ્છા મી દુક્કડમ્’ કહીને હાથજોડીને એકબીજાની ક્ષમા માગવામાં આવી. જૈનત્વ એક એવો ધર્મ છે જે યુવાન છે, જેમાં વિજ્ઞાનછે… આજે પણ જૈન ધર્મના કેટલાક સિધ્ધાંતો આયુર્વેદ તરફ આંગળી ચીંધે છે. શરીર અને મનનીસ્વસ્થતા, સંયમ અને સમ્યક્ ધર્મની વાત જૈનત્વએ કરી છે. વ્યક્તિ નહીં, પણ સમષ્ટિ તરફ કરુણા,એન્વાયર્મેન્ટ, પંચતત્વ […]

નવી પેઢી નકામી નથીઃ એમને કામ કરવા દો તો…

કલકત્તામાં જુનિયર ડૉક્ટરના બળાત્કાર પછીની અટકળો અને મીડિયાના મોજાં શમીગયા છે. નિઠારી, આરુષિ, તલવાર, સુશાંતસિંહ જેવા અનેક કેસીસની જેમ કલકત્તાની જુનિયરડૉક્ટરનો કેસ પણ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે, એટલે હવે એ કેસમાં શું થશે, કંઈ થશે કેનહીં એ વિશે પણ અટકળો જ કરવી રહી! એક તરફ, મહારાષ્ટ્ર, હરિયાણાના ઈલેક્શન તોળાઈ રહ્યાછે તો બીજી તરફ, દેશમાં […]

ભાગઃ 4 | કેલુચરણ મહાપાત્રઃ મારા જીવનનો અદભૂત વળાંક

નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ મારી જીવનકથા વાંચનાર વ્યક્તિને કદાચ લાગે કે, હું લફરાબાજ, નક્કામી અને કુટુંબનેસાચવી ન શકું એવી બેજવાબદાર સ્ત્રી હતી… પણ સત્ય એ નથી. હું મુક્ત હતી, સ્વચ્છંદ નહીં.લગ્ન કરવાનો નિર્ણય કબીરનો હતો. મારે તો એની સાથે લગ્ન કર્યા વગર જ ખુશ રહેવું હતું. એ વાતહું […]

છેતરવું કે છેતરાવું: રાઈટ કે રોન્ગ?

કોઈ અત્યંત નિકટની વ્યક્તિ આપણી સાથે જુઠ્ઠું બોલે, આર્થિક રીતે નુકસાન પહોંચાડે, વિશ્વાસતોડે કે આપણા વિશે આપણે કહેલી કોઈ અંગત વાત બીજાને કહી દે… ત્યારે દુઃખ થાય, થવું જ જોઈએકારણ કે આપણે માણસ છીએ. આપણે બધા આવી પરિસ્થિતિમાંથી ક્યારેક ને ક્યારેક પસાર થયા જ છીએ.દરેક વખતે દરેક વ્યક્તિ આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં જુદો જુદો પ્રતિભાવ આપે […]

અમે તો આવા જ છીએઃ એ ગૌરવની વાત તો નથી જ.

સ્કોટલેન્ડના એક શાંત સરોવરમાં ઊંચા ઊંચા વૃક્ષોના પડછાયા પડે છે. ભૂરા આકાશનાપ્રતિબિંબને ઝીલતું સરોવરનું પાણી થોડું વધારે ભૂરું અને છેક તળિયું દેખાય એટલું સ્વચ્છ છે.તળાવનો આખો કિનારો નિર્જન છે. એક વ્યક્તિ ત્યાં બેસીને શાંતિથી સ્પંદનો જોઈ રહ્યો છે, વૃક્ષોનાહલતા પડછાયા, આકાશના વાદળો અને આથમતી સાંજના રંગો બરાબર માણી રહ્યો છે ત્યારે જએક ગાડીમાં થોડા લોકો […]

દુષ્યંત કુમારઃ જલતે હુએ વન કા વસન્ત

‘એક જંગલ હૈ તેરી આંખો મેં, મેં જહાં રાહ ભૂલ જાતા હૂંતુ કિસી રેલ-સી ગુજરતી હૈ, મેં કિસી પૂલ-સા થરથરાતા હૂં’સંબંધોનો આવું સરસ રૂપક આપનાર કવિ બીજી તરફ લખે છે,‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,હો કહીં ભી આગ, લેકિન […]

સરકાર સુવિધા આપે, સભ્યતા અને સ્વચ્છતા તો આપણને આવડવી

ભારત સરકારે રેલવેની સેવાઓને વધુને વધુ બહેતર બનાવવા માટે અનેક પ્રયાસોહાથ ધર્યા, જેમાં વંદે ભારત જેવી ટ્રેન સહિત ટ્રેનની ગુણવત્તા સુધારવાનો પણ પ્રયાસ કર્યો.હવે મુંબઈ-અમદાવાદની વચ્ચે છથી સાત ટ્રેનો એવી છે જે પાંચ-છ કલાકમાં એક શહેરથીબીજા શહેર પહોંચાડે છે. મોટાભાગે આ બધી ટ્રેન ફૂલ હોય છે. ફ્લાઈટ કરતા અડધા પૈસા,છતાં ફ્લાઈટથી વધુ સુવિધા છે એમ […]